AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, ત્રણ શખ્સોએ પોલીસકર્મી પર કર્યો હુમલો

નરોડા વિસ્તારમાં રસ્તે પસાર થતા પોલીસકર્મી ઉપર ત્રણ લોકોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જો કે, નરોડા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલાની ધરપકડ કરી છે.

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, ત્રણ શખ્સોએ પોલીસકર્મી પર કર્યો હુમલો
Ahmedabad
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 11, 2024 | 7:38 PM
Share

શહેરમાં મારામારીની અસંખ્ય ઘટનાઓ દરરોજ પોલીસ મથકે નોંધાય છે, પરંતુ હવે શહેર પોલીસ પણ સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં રસ્તે પસાર થતા પોલીસકર્મી ઉપર ત્રણ લોકોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જો કે, નરોડા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે.

નરોડા પોલીસે મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલાની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ કે તેઓએ એક પોલીસકર્મીને માર માર્યો હતો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એલઆરડી તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદેવસિંહ ઝાલા સોમવારે પોતાનું મોટરસાયકલ લઈને રાતના સમયે કઠવાડાથી નરોડા તરફ પસાર જતા હતા તે દરમિયાન હંસપુરા બ્રિજ પહેલા આ ઘટના બની હતી.

એક મોટરસાયકલ ઉપર ત્રણ જણા બેફામ રીતે વાહન ચલાવતા અને તેઓને ઓવરટેક કરતા જયદેવસિંહે ત્રણેય જણાને મોટરસાયકલ ધીમે જોઈને ચલાવવાનું જણાવ્યું હતું. તે બાદ તેઓ આગળ નીકળ્યા હતા. હંસપુરા સર્કલ ખાતે ત્રણેય જણાએ પોલીસકર્મી જયદેવસિંહ ઝાલાને ઉભા રાખી બોલાચાલી કરી હતી.

વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
g clip-path="url(#clip0_868_265)">