અમદાવાદ શહેરમાં નકલી પોલીસનો વધતો આતંક, નરોડા, એલીસ બ્રિજ બાદ હવે ગોમતીપુરમાં નકલી પોલીસ ઝડપાયા
આરોપીઓ (fake police) હોટલ કે ગેસ્ટ હાઉસની બહાર ઉભા રહી સીસીટીવી ન હોય ત્યાં ઉભા રહી લોકોનો પીછો કરી પોલીસની ઓળખાણ આપી લૂંટ ચલાવતા હતા.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં નકલી પોલીસનો (fake police) આતંક વધી રહ્યો છે. નકલી પોલિસ બની લોકોને લૂંટતા આરોપીઓ પહેલા બેફામ બની લૂંટ મચાવે છે. બાદમાં પોલીસ એક્ટિવ બની આવા તત્વોને પકડી પાડે છે. તાજેતરમાં એલિસબ્રિજમાં નકલી પોલીસ પકડાયા બાદ હવે ગોમતીપુર (Gomtipur) પોલીસે બે આરોપીઓ ઝડપાયા. જેઓએ એટીએમમાં યુવકને લઈ જઈ લૂંટ મચાવી. કોણ છે આ નકલી પોલીસ વાંચો આ અહેવાલમાં.
ફોટોમાં દેખાતા આ બે શખ્સોના નામ છે હમીદખાન પઠાણ અને અવેશ ખાન પઠાણ. જે બને રખિયાલ વિસ્તારમાં રહે છે. અને બંને આરોપીઓની નકલી પોલીસ બની એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ થોડા દિવસ પહેલા એક યુવકને કેમ આ સમયે બહાર નીકળ્યો કહીને રિક્ષામાં આવી રોક્યો અને બાદમાં ચોકી પર લઈ જવાનું કહી પૈસાની માંગણી કરી હતી. યુવકે પોતાની પાસે 500 રૂપિયા જ હોવાનું કહેતા તેને કોઈ પાસેથી ઓનલાઇન પૈસા મંગાવવાનું કહેતા ભોગ બનનાર એ 3000 રૂ. ગૂગલ પેથી મંગાવ્યા. બાદમાં યુવકને એટીએમમાં લઈ જઈ 2500 રૂ. અને 500 રોકડા એમ ત્રણ હજાર લૂંટી લીધા હતા.
આરોપીઓ પોલીસના સ્વાંગમાં લોકોને લૂંટતા. પકડાયેલા આરોપીઓ સાથે અન્ય બે લોકો પણ હતા જે વોન્ટેડ છે. આરોપીઓ હોટલ કે ગેસ્ટ હાઉસની બહાર ઉભા રહી સીસીટીવી ન હોય ત્યાં ઉભા રહી લોકોનો પીછો કરી પોલીસની ઓળખાણ આપી લૂંટ ચલાવતા હતા. આરોપી હમીદખાન પઠાણ ચોરીના ગુનામાં અગાઉ ઝડપાયો છે. જ્યારે વોન્ટેડ આરોપી રફીક ફકીર ઇસનપુરમાં લૂંટના ગુનામાં પણ પકડાયો હોવાનું સામે આવ્યું છે.
તાજેતરમાં નરોડા પોલિસે એક હોમગાર્ડ અને એક પોલીસ કર્મીની અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ધરપકડ કરી હતી. એલિસબ્રિજ પોલીસે પણ પોલીસના નામે તોડ કરતા એકની ધરપકડ કરી હતી. ત્યારે વધુ બે આરોપી પકડાતા શહેરમાં નકલી પોલીસનો જાણે જે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે આવનાર દિવસોમાં આરોપીઓએ અન્ય કેટલા લોકોને લૂંટયા છે તે બાબતે પણ તપાસ કરી વોન્ટેડ બે લોકોની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો :Gujarat માં LRD પરિક્ષાર્થીઓ માટે એસટી વિભાગે કર્યું વિશેષ આયોજન, વધારાની બસો દોડાવાશે
આ પણ વાંચો :Surat : આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા, તમામ પરીક્ષા સેન્ટર પર જડબેસલાક વ્યવસ્થાઃ હર્ષ સંઘવી