AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા, તમામ પરીક્ષા સેન્ટર પર જડબેસલાક વ્યવસ્થાઃ હર્ષ સંઘવી

સુરતમાં (Surat) પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર પર જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર પીઆઈ સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને આમ છતાં જો કોઈ ઉમેદવારને સમસ્યા ઉદભવે તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો (Police Officers) સંપર્ક કરવા માટે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Surat : આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા, તમામ પરીક્ષા સેન્ટર પર જડબેસલાક વ્યવસ્થાઃ હર્ષ સંઘવી
Minister of State for Home Affairs Harsh Sanghvi
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 09, 2022 | 5:07 PM
Share

ગુજરાતમાં આવતીકાલે એટલે કે રવિવારે બપોરે 12થી 2 કલાક દરમિયાન લોકરક્ષક દળની ભરતી (Recruitment of Lokarakshak Dal)ની લેખિત પરીક્ષા (Exam) યોજાશે. રાજ્યના 954 સેન્ટર પર LRD બોર્ડ દ્વારા ભરતી પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં આજે એક સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) લોકરક્ષક પરીક્ષા સંદર્ભે ઉમેદવારોને કોઈપણ પ્રકાર ખોટી વિગતોથી ન ભરાવવા માટે જણાવાયું હતું. તેઓએ કહ્યું હતું કે, ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા આવતીકાલે યોજાનાર લોકરક્ષક દળની પરીક્ષા સંદર્ભે ખુબ જ સઘન કામગીરી હાથ ધરી છે.

રાજ્યભરમાં આ પરીક્ષા દરમિયાન સામૂહિક ચોરી અટકાવવા માટે એક વર્ગખંડમાં એક જ જિલ્લાના વધુ વિદ્યાર્થીઓ ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. તો ખાસ કરીને સુરતમાં પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર પર જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર પીઆઈ સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને આમ છતાં જો કોઈ ઉમેદવારને સમસ્યા ઉદભવે તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવા માટે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેમની માટે 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજવામાં આવી છે.

હાલમાં જ વલસાડમાં પત્રકાર પર કરવામાં આવેલ પોલીસ ફરિયાદ સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં પત્રકાર દ્વારા સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવામાં અહેવાલની તપાસ હાથ ધરવામાં આવી છે અને સાથે-સાથે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવશે.

રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે સ્પષ્ટ જણાવ્યું હતું કે, કાયદો હંમેશા કાયદાનું કામ કરશે. બીજી તરફ યુવરાજ સિંહ મુદ્દે પણ તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના ખોટા રાગ-દ્વેષથી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. યુવરાજ સિંહ દ્વારા અત્યાર સુધી જેટલી પણ ફરિયાદો-અરજીઓ કરવામાં આવી હતી તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ધોરણ 10ની પરીક્ષાનું હિન્દી દ્વિતીય ભાષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની શક્યતા

આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">