મજૂરીકામ કરતા મુંબઈના આદિલ શેખે મોડેલીંગની લાલચ આપી અમદાવાદની સગીરાને મુંબઈ બોલાવી, જાણો પછી શું થયું

આરોપીઓએ સોશીયલ મીડિયા મારફતે યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને મોડેલીંગની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી હતી.

મજૂરીકામ કરતા મુંબઈના આદિલ શેખે મોડેલીંગની લાલચ આપી અમદાવાદની સગીરાને મુંબઈ બોલાવી, જાણો પછી શું થયું
Adil Sheikh from Mumbai lured an audition in modeling and called the girl from Ahmedabad to Mumbai

AHMEDABAD : સોશિયલ મિડીયા પ્રત્યેનો બાળકોના ક્રેઝનો આ કિસ્સો દરેક મા-બાપ માટે ચેતવણી રૂપ છે. સોશિયલ મીડિયા મારફતે ઘાટલોડિયાની એક સગીરાને મોડલિંગની લાલચ આપીને મુંબઈ બોલાવવામાં આવીહતી, જો કે આ સગીરા આવારા તત્વોની જાળમાં ફસાય તે પહેલા જ પોલીસે તેને શોધી કાઢી અને આ ગુનામાં 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સગીરા ફસાય તે પહેલા જ પોલીસે તેને સલામત શોધી કાઢી છે, ત્યારે આ નબીરાઓનો સગીરાને બોલાવવા પાછળ શું ઈરાદો હતો તેને લઈને તપાસ શરૂ કરવામા આવી છે.

પોલીસના હાથે ઝડપાયેલા આ બન્ને આરોપી આદિલ શેખ અને ઓવેજ શેખે સગીરાને મોડલ બનાવવાની લાલચ આપીને મુંબઈલ બોલાવી. પરંતુ પોલીસની સતર્કતાના કારણે સગીરાને વડોદરા રેલવે સ્ટેશનથી આંતરી લેવામાં આવી હતી. આરોપીઓએ સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી મુંબઈમાં મોડેલિંગ અને ડાન્સિંગમાં ઓડિશન કરાવવાની લાલચ આપી મુંબઈ બોલાવી હતી.આ બન્ને યુવકોની વાતમાં આવીને સગીરા ઘરેથી નીકળી ગઈ.. માતા-પિતાને દિકરી ઘરે નહિ હોવાની જાણ થતા પોલીસનો સંપર્ક કરવામા આવ્યો હતો. ઘાટલોડીયા પોલીસે ગણતરીના કલાકોમા સગીરા મુંબઈ પહોચે તે પહેલા જ વડોદરા રેલવે સ્ટેશનથી શોધીને પરિવારનો સોપી છે.

ઘાટલોડિયા પોલીસે મુંબઈના બાંદ્રા ખાતેથી આદિલ શેખ અને ઓવેજ શેખની ધરપકડ કરી છે.દોઢ વર્ષ પહેલાં સગીરા અને આરોપી આદિલ શેખ સોશિયલ મિડીયા મારફતે સંપર્કમા આવ્યા અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો. આ દરમ્યાન આદિલના મિત્ર ઓવેજ શેખે પણ સગીરા સાથે મિત્રતા કેળવી હતી.

સગીરાને મોડલ બનવાનો શોખ હતો જેથી બન્ને આરોપીઓએ મોડલ બનાવવાનો વિશ્વાસ આપીને સગીરાને મુંબઈથી ખાતે મોડેલિંગ અને ડાન્સિંગના ઓડિશનની લાલચ આપી મુંબઈ બોલાવી હતી.જોકે સગીરાએ મુંબઈ જવાની ના પાડતા આરોપીઓએ અશ્લીલ ફોટા મોકલી અને ગાળો લખી અમદાવાદથી ઉઠાવી જવાની ધમકી આપતા સગીરા અમદાવાદથી ટ્રેન મારફતે બોમ્બે જવા નીકળી ગઈ હતી.

ઘાટલોડીયા પોલીસે મુંબઈના બાંદ્રા ખાતેથી આદિલ શેખ અને ઓવેજ શેખની ધરપકડ કરી છે.આ બન્ને આરોપીઓ મુંબઈમા મજુરી કરે છે. આ આરોપીઓએ અગાઉ કોઈ યુવતી સાથે આ પ્રકારનુ કુત્ય કર્યુ છે કે નહિ તે મુદ્દે પુછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : હોદ્દો સંભાળતા રાજેન્દ્ર ત્રિવેદીએ ઉચ્ચારી ચિમકી, કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગત નહીં ચાલે

આ પણ વાંચો : Surat: શહેરના માથાભારે આરોપી અશરફ નાગોરીને ATS એ ઝડપી પાડ્યો, આરોપી સામે ગુજસીટોકનો ગંભીર ગુનો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati