Surat: શહેરના માથાભારે આરોપી અશરફ નાગોરીને ATS એ ઝડપી પાડ્યો, આરોપી સામે ગુજસીટોકનો ગંભીર ગુનો

ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. સુરત શહેરના માથાભારે આરોપી અશરફ નાગોરીને ATS એ મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે ગુજસીટોકનો ગંભીર ગુનો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 4:04 PM

સુરતના મોટા સમાચાર આવ્યા છે. સુરત શહેરના માથાભારે અશરફ નાગોરી ને ATS એ ઝડપી પાડ્યો છે’. ગુજરાત ATS ને આ આરોપીને પકડવામાં સફળતા મળી છે. મળેલી માહિતી પ્રમાણે આ આરોપી ફરાર હતો. ગુજરાત ATS દ્વારા અશરફ નાગોરીને મહારાષ્ટ્રથી પકડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અશરફ નાગોરી સામે ગુજસીટોક મુજબ ગુનો છે. અને આ ગુનામાં તે અત્યારસુધી ફરાર હતો. તેનું આખું નામ મોહમ્મદ અશરફ નાગોરી છે.

તમને જણાવી દઈએ કે અશરફ નાગોરી ફાયરિંગ અને ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હતો. એટલું જ નહીં અગાઉ હિરેન પંડ્યા હત્યા કેસમાં પણ તેની સંડોવણી હોવાના અહેવાલ હતા. આ માથાભારે આરોપી અને તેના સાથીઓ પર 25 થી વધુ ગુના નોંધાયેલા છે.

હથિયાર, હત્યાની કોશિશ, ખંડણી, જમીન પચાવવી, ફાયરિંગ જેવા અનેક ગુના બાદ ફરાર આ આરોપી ઝડપાયો છે. 2002 માં ઓઅન ભાજપ નેતા પર ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ગૃહમંત્રી હિરેન પંડ્યાની હત્યાના કેસમાં પણ આ નામ ખુબ ઊછળ્યું હતું. જો કે કોર્ટે તેને મુક્ત કર્યો હતો.

 

 

આ પણ વાંચો: Rajkot: વાગુદડ નજીક નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો તણાયા, 2નો આબાદ બચાવ

આ પણ વાંચો: આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત, કોરોનાની ત્રીજી લહેરને લઈને કહી આ વાત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">