AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વટવામાં પત્નીની 27 જેટલા ઘા મારી કરૂણપિત હત્યા, પોલીસે પૂર્વ પતિ સહિત ચારની કરી ધરપકડ

અદાવત રાખીને આરોપી અજય અને તેનો પિતરાઈ ભાઈ ભાવેશ, ઋષભ, જયદીપ સહીત 7 લોકો ઈકો ગાડી લઈ મૃતક મહિલા હેમાના ઘરે જઈ રેકી કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.

Ahmedabad: વટવામાં પત્નીની 27 જેટલા ઘા મારી કરૂણપિત હત્યા, પોલીસે પૂર્વ પતિ સહિત ચારની કરી ધરપકડ
પત્નીની હત્યા કરનારા પૂર્વ પતિ સહિત 4 લોકોની ધરપકડ
Mihir Soni
| Edited By: | Updated on: Aug 06, 2021 | 5:21 PM
Share

Ahmedabad: વટવા (Vatva)માં એક મહિલા જીંદગી માટે આજીજી કરતી રહી પરંતુ પૂર્વ પતિએ છરીના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી. જ્યાં સુધી મહિલાનો દમ ન ગયો ત્યાં સુધી પૂર્વ પતિ હેવાન બની છરીના ઘા મારતો રહ્યો. આ વિકૃત પતિ અજય ઠક્કરે પોતાના મિત્રો સાથે મળીને પૂર્વ પત્નીની હત્યા કરી, કારણકે પત્નીએ એક વર્ષ પહેલા છુટાછેડા લઈને તેના મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

આજ અદાવત રાખીને આરોપી અજય અને તેનો પિતરાઈ ભાઈ ભાવેશ, ઋષભ, જયદીપ સહીત 7 લોકો ઈકો ગાડી લઈ મૃતક મહિલા હેમાના ઘરે જઈ રેકી કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે 15 વર્ષ પહેલા મૃતક હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠક્કર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, તેઓના બે સંતાનો છે.

અજય ઠક્કર પત્ની હેમાને અવારનવાર મારતો હતો, જેથી કંટાળીને હેમાએ છૂટાછેડા લઈને બે બાળકને અજય ઠક્કરને સોંપ્યા હતા. છૂટાછેડાના એક મહિના બાદ હેમાએ અજયના મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમસંબંધ થતા લગ્ન કરી અમદાવાદ વટવામાં સુખસાગર સોસાયટીમાં રહેવા માટે આવી ગઈ હતી.

આરોપી અજયએ હેમાની શોધખોળ કરી હતી, જે 11 મહિના પછી વટવા રહેતી હોવાની જાણ થતા જ તે મિત્રો સાથે વટવા પહોંચ્યો અને દોઢ કલાક સુધી તેના મિત્રો શોધખોળ કરી રહ્યા હતા. તેવામાં હેમા દૂધ લેવા નીકળી ત્યારે તેના ઘરનો પતો મળ્યો અને ઘરે જઈ હત્યા કરી દીધી.

આ હત્યામાં અજય અને ભાવેશ ઉપરા છાપરી 27 છરીના ઘા માર્યા અને આરોપી કેવલે મહિલાને પકડી રાખી હતી. આ ઘટનામાં અન્ય આરોપીઓ મદદગારી કરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. હત્યારાઓની ઘાતકી માનસિકતાને રજુ કરતો સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં છરી સાથે ડાયલોગ બોલતો આરોપી ભાવેશનો વીડિયો છે. આ વીડિયો સાબિત કરે છે કે હત્યારાઓ કેવી માનસિકતા ધરાવે છે. પતિ-પત્ની વિવાદમાં બે નિર્દોષ બાળકોએ માતાની મમતા અને પિતાનો વ્હાલ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: VADODARA : રેસિડેન્ટ તબીબોની હડતાળ, તબીબે રક્તદાન કેમ્પ યોજ્યો

આ પણ વાંચો: Afghanistan: તાલિબાનનો ટાર્ગેટ બન્યા અફઘાન શીખો, ગુરુદ્વારામાંથી સમુદાયનો ધાર્મિક ધ્વજ હટાવાયો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">