AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાએ કર્યો ચમત્કાર ! જન્મથી જ સુંઘી ન શકતી મહિલાની સ્મેલિંગ સેન્સ પાછી આવી

લંડનમાં રહેતી 25 વર્ષીય નેન્સી સિમ્પસનને આખી જીંદગી અફસોસ રહ્યો કે તે કંઈ પણ સૂંઘી શકતી નથી. નેન્સીમાં જન્મથી જ સૂંઘવાની ક્ષમતા નહોતી.

કોરોનાએ કર્યો ચમત્કાર ! જન્મથી જ સુંઘી ન શકતી મહિલાની સ્મેલિંગ સેન્સ પાછી આવી
Woman gets smelling sense after getting infected by corona
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 6:14 PM
Share

તમે બધાએ ક્યારેકને ક્યારેક તો અનુભવ્યુ હશે કે જ્યારે શરદી હોય ત્યારે આપણી સુંઘવાની શક્તિ ઓછી થઇ જાય છે, ખાવા-પીવાની મનપસંદ વસ્તુઓની ગંધ (Smelling) ન આવે ત્યારે આ શક્તિનું મહત્વ જાણી શકાય છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં ગંધ ન આવવી એ પણ એક મુખ્ય લક્ષણ છે. પરંતુ ઈંગ્લેન્ડની એક મહિલા જન્મથી જ સૂંઘી શકતી ન હતી.

લંડનમાં રહેતી 25 વર્ષીય નેન્સી સિમ્પસનને (Nancy Simpson) આખી જીંદગી અફસોસ રહ્યો કે તે કંઈ પણ સૂંઘી શકતી નથી. નેન્સીમાં જન્મથી જ સૂંઘવાની ક્ષમતા નહોતી. તેને ફૂલ, ખોરાક, અત્તર જેવી કોઈપણ વસ્તુની ગંધનો ખ્યાલ નહોતો. પરંતુ કોરોના વાયરસે તેના પર સકારાત્મક અસર કરી. તમે વિચારશો કે વિશ્વમાં મુશ્કેલી સર્જનાર વાયરસ નેન્સીને કેવી રીતે મદદ કરી શકે છે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો.

ડિસેમ્બર 2021માં ક્રિસમસ દરમિયાન નેન્સી કોરોના પોઝિટિવ બની હતી. આ બાદ તેને ઘરમાં જ અલગ આઇસોલેશનમાં રાખી હતી અને બાકીના લોકોની જેમ તે પણ કોરોના સામે લડી રહી હતી. જેમ જેમ તેની તબિયત સુધરતી ગઈ, એક દિવસ તેણે જોયું કે તેને દરેક વસ્તુની ગંધ આવવા લાગી. ધ સન વેબસાઈટ સાથે વાત કરતા નેન્સીએ કહ્યું કે પહેલા તે ફૂડનો સ્વાદ જાણતી હતી પરંતુ તેની સ્મેલ નહી. પરંતુ કોરોના સંક્રમિત થયા પછી નેન્સીને ખાવાની સુગંધ પણ સરળતાથી આવવા લાગી.

તેમણે કહ્યું કે લોકો માટે આ નાની વાત હોઈ શકે છે પરંતુ તેના માટે આ બહુ મોટી વાત છે. 25 વર્ષથી તેણે કંઈપણ સૂંઘ્યું ન હતું. હવે જ્યારે તેની ગંધની ભાવના આવી ગઈ છે, તે તેના ઘરને ફૂલોથી શણગારે છે. તે દરરોજ પરફ્યુમ પણ લગાવે છે. અગાઉ તેણે સૅલ્મોન ખાધું નહોતું, પરંતુ તેની સ્મેલ આવ્યા પછી તેણે સૅલ્મોન પણ ખાવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, હવે તેને ફળો અને મીણબત્તીની સુગંધ સુંઘવી ગમે છે. તે ખૂબ જ ખુશ છે કે તેની સુંઘવાની શક્તિ આવી ગઈ છે.

આ પણ વાંચો –

Iran Nuclear Deal: અમેરિકાનું મોટું પગલું, ન્યુક્લિયર ડીલ પર વાતચીત મહત્વના તબક્કામાં પહોંચી, ઈરાન પર પ્રતિબંધોમાં પણ રાહત

આ પણ વાંચો –

રશિયાએ તાઈવાનને ચીનનો હિસ્સો માન્યો તો આઝાદીનો કર્યો વિરોધ, પુતિને શી જિનપિંગના સૂરમાં સુર મિલાવ્યો

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">