આજે ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 162

ગુજરાતમાં કોરોનાના (Corona) આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 10, વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

આજે ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 162
Today 11 new cases of corona were reported in Gujarat (ફાઇલ)
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Apr 14, 2022 | 7:57 PM

13 એપ્રિલના રોજ ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જેમાં આજે 14 એપ્રિલના રોજ કોરોનાના નવા 11 કેસ નોંધાયા હતા. જ્યારે 05 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 10 કેસ અમદાવાદમાં(Ahmedabad) નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,13,023 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 09 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 162 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 10, વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની એન્ટ્રી

ગુજરાતમાં કોરોનાના વધુ એક વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના દર્દીમાં પહેલો XE વેરિયન્ટ જોવા મળ્યો છે. 6 દિવસ પહેલા વડોદરા (Vadodara) આવેલા મહારાષ્ટ્રના મુસાફરના કોવિડ ટેસ્ટમાં XE વેરિયન્ટ હોવાની થઈ પૃષ્ટિ થઈ છે. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમીક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.મુંબઇના સંતાક્રુઝના રહેવાસી 67 વર્ષીય વૃદ્ધ 12મી માર્ચે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવ્યા હતા. તેમને ઉધરસ અને તાવ લાગતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ શંકાસ્પદ લાગતાં જીનોમ સિક્વન્સ માટે આ રિપોર્ટ મોકલવામાં આવેવ્યો હતો. ગઈ કાલે આવેલ રિપોર્ટમાં XE વેરિયન્ટ દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

ભલે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે. વધુ સંક્રમિત બનો. Omicron ના BA.2 સબ-વેરિયન્ટને અત્યાર સુધી જાણીતા COVID-19 નું સૌથી ચેપી માનવામાં આવતો હતો.

આ પણ વાંચો :તાપી : સળીયા ચોર ગેંગના 7 આરોપીઓ ઝડપાયા, આરોપીઓની ચોરીની અનોખી મોડસ ઓપરેન્ડી

આ પણ વાંચો :Amul પાવર પ્લસ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરના ડીલરો સાથે સંમેલન યોજાયું, 5000 મેટ્રિક ટનનો લક્ષ્યાંક

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati