Amul પાવર પ્લસ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરના ડીલરો સાથે સંમેલન યોજાયું, 5000 મેટ્રિક ટનનો લક્ષ્યાંક

અમૂલ (Amul) ઓર્ગેનિક ફર્ટિલાઈઝરની હજુ બીજી નવી પેદાશોને લોન્ચ કરવાની વાત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈ આજ રોજ સાસણ-ગીર ખાતે નવી પ્રોડક્ટસના ભાગરૂપે અમૂલ પાવર પ્લસ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર-PROM categoryનું લૉયિંગ કરવામાં આવ્યું. આ પ્રોડક્ટસની વિશેષતા જાણી સૌ ડીલર મિત્રો દ્વારા ૩૦૦ મેટ્રિક ટનથી વધુનો ટ્રાયલ બેજ ઓર્ડર મળેલ છે.

Amul  પાવર પ્લસ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરના ડીલરો સાથે સંમેલન યોજાયું, 5000 મેટ્રિક ટનનો લક્ષ્યાંક
Amul Power Plus Organic Fertilizer Seminar
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Apr 14, 2022 | 7:28 PM

અમૂલના(Amul)75 વર્ષની ઉજવણીના પ્રસંગે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના(Amit Shah)  હસ્તે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરનું(Organic Fertilizer) લોન્ચીંગ કરવામાં આવ્યું હતું, અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરના લોન્ચ કર્યાના પાંચ મહિનામાં અમૂલ દ્વારા 300 મેટ્રિક ટનથી વધુ અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરનું વેચાણ કરવામાં આવ્યું છે તેમજ આગામી દિવસોમાં 5000  મેટ્રિક ટન વેચાણ કરવાનો લક્ષ્યાંક છે. જેને અનુલક્ષી આજ રોજ સૌરાષ્ટ્ર- સાસણ ગીર ખાતે ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર એસોસીએશન (GFDA)ના 100થી વધુ ડીલર મિત્રો સાથે સંમેલન યોજવામાં આવ્યું.આ સંમેલનમાં અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરની વિશેષતા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેને જાણી સૌ ડીલરમિત્રો અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરનું વેચાણ કરવા ઉત્સાહી બન્યા હતા. હાલ અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરની ત્રણ પેદાશો માર્કેટમાં ઉપલબ્ધ છે જેને ખેડૂતોનો ઘણો સારો પ્રતિસાદ મળેલ છે.

800 થી વધુ ડીલર મિત્રો સાથે સંમેલન યોજવામાં આવ્યું

19 ડિસેમ્બર 2021ના રોજ અમૂલ ડેરી, આણંદ ખાતે ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર એસોસીએશન (GFDA)ના 800 થી વધુ ડીલર મિત્રો સાથે સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં અમૂલ ડેરીના ચેરમેન શ્રી રામસિંહ પરમાર સાહેબ તથા મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ હાજર રહ્યા હતા. વધુમાં અમિત વ્યાસે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરની શરૂઆત કરવાનો મુખ્ય હેતુ વિષે વિસ્તૃત્ત માહિતી આપી અને સાથે સાથે ખેડૂતો માટે ખેતીને લગતી સેવાઓ પણ આપવાની વાત કરી હતી જેવી કે ડ્રોનના ઉપયોગ થકી પાકમાં ખાતર અને દવાઓનો છંટકાવ કરવો તેમજ આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી અને અમૂલ ડેરીના સહયોગથી ખેડૂતોને ગુણવત્તા યુક્ત વધુ ઊપજ આપે તેવા બિયારણ ઉપલબ્ધ કરાવવા માટે આયોજન કરવામાં આવશે.

આ સાથે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરની હજુ બીજી નવી પેદાશોને લોન્ચ કરવાની વાત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈ આજ રોજ સાસણ-ગીર ખાતે નવી પ્રોડક્ટસના ભાગરૂપે અમૂલ પાવર પ્લસ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર-PROM categoryનું લૉયિંગ કરવામાં આવ્યું. આ પ્રોડક્ટસની વિશેષતા જાણી સૌ ડીલર મિત્રો દ્વારા ૩૦૦ મેટ્રિક ટનથી વધુનો ટ્રાયલ બેજ ઓર્ડર મળેલ છે.સૌરાષ્ટ્ર- સાસણ ગીર ખાતે યોજાયેલ સંમેલનમાં અમૂલ ડેરીના સેલ્સ એન્ડ માર્કેટિંગના હેડ ડૉ.ગોપાલ શુક્લા સાહેબ, જૂનાગઢ કૃષિ યુનિવૅસિટીના એક્સ કુલપતિ શ્રી વી.પી. ચોવટીયા સાહેબ, નાયબ ખેતી નિયામક જૂનાગઢના .એસ. એમ ગધેશરિયા સાહેબ, કાંતિલાલ ગાલાની, ચેરમેન –GFDA,ભરતભાઈ ભરવાડ, સેક્રેટરી–GFDA તેમજ સેલ્સ એન્ડ માર્કેટિંગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો :  Ahmedabad : કોર્પોરેશને લોકોને હીટવેવ સામે રક્ષણ આપવા ORS ના પાઉચ આપવાની શરૂઆત કરી

આ પણ વાંચો :  અમદાવાદ રેલવે ડિવિઝનને મળ્યો મહાપ્રબંધક એફિશિએન્સી શીલ્ડ સહિત કુલ 10 બેસ્ટ પર્ફોમન્સ શીલ્ડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">