Sero Surveyમાં સામે આવ્યા સારા સમાચાર,દેશની કુલ વસ્તીના 67.6 ટકા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી હોવાનું તારણ

દેશમાં એક તરફ ત્રીજી લહેરના એંધાણ વર્તાઈ રહ્યા છે તેની વચ્ચે સિરો સર્વક્ષણ દ્વારા સામે આવ્યું છે કે,ભારતમાં કુલ વસ્તીના બે-તૃતીયાંશ અથવા 67.6 ટકા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી હોવાનું સામે આવ્યું છે.

Sero Surveyમાં સામે આવ્યા સારા સમાચાર,દેશની કુલ વસ્તીના 67.6 ટકા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી હોવાનું તારણ
Sero Survey: According to the fourth sero survey, 67.6 per cent of people in India have herd immunity
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 10:44 AM

કેન્દ્ર સરકારે(Central government) જણાવ્યું હતું કે, દેશવ્યાપી કરવામાં આવેલા ચોથા સિરો સર્વમાં (Sero Survey)સામે આવ્યું છે કે, ભારતની કુલ વસ્તીનાં બે-તૃતીયાંશ અથવા 67.6 ટકા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી (Herd Immunity) અને જે SARS-CoV 2 એન્ટિબોડીઝ ધરાવે છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે (Indian Council of Medical Reserch) દ્વારા જુન-જુલાઈમાં કરવામાં આવેલા ચોથા સિરો સર્વનાં તારણો રજુ કર્યા હતા. ICMRના ડો.બલરામ ભાર્ગવે (Balram bhargav) આ તારણો આપતા ચેતવણી આપી હતી કે, કોરોના સામેની લડાઈ માટે આમાંથી કોઈ ગર્વની બાબત લીધા વગર કોરોના સામેની લડાઈ લડવાની છે.

ચોથો સીરો સર્વેક્ષણનું તારણ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોનાવાયરસ અંગે 21 રાજ્યોના 70 જિલ્લાઓમાં આ સર્વ હાથ ધરવામાં આવ્યો હતો.જેમાંથી ત્રણ સર્વ બાદ જુન-જુલાઈ મહિનામાં ચોથા સર્વની(Fourth Sero Survey) કામગિરી હાથ ધરવામાં આવી હતી.આ ચોથા સીરો સર્વમાં તારણ સામે આવ્યું છે કે,ભારતની કુલ વસ્તીના બે-તૃતીયાંશ અથવા 67.6 ટકા લોકોમાં SARS-CoV 2 નામના એન્ટિબોડીઝ (Antibodies) છે જે કોરોના સંક્મણ સામે રક્ષણ આપે છે.જ્યારે આ સર્વમાં એ પણ દર્શાવે છે કે,40 કરોડ લોકો પર હજુ પણ કોરોના સંક્રમણનો ખતરો તોળાઈ રહ્યો છે.

આ ચોથા સીરો સર્વેક્ષણમાં 28,975 સામાન્ય લોકો અને 7,252 આરોગ્ય કર્મચારીઓને(Health Employe) આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વમાં દર્શાવવામાં આવ્યું છે કે, સર્વેક્ષણ કરેલા આરોગ્ય કર્મચારીઓ પૈકી 85 ટકા કર્મચારીઓમાં SARS-CoV 2 એન્ટિબોડીઝ છે.પરંતુ હજુ પણ કોરોના સામનો ખતરો મંડરાયેલો હોવાનું તારણમાં સામે આવ્યું છે.

કોરોના સામેની લડાઈ હજુ પણ યથાવત

SARS-CoV 2 એન્ટિબોડીઝને કારણે લોકોને કોરોના સંક્રમણની સામે રક્ષણ મળે છે જેથી આવી એન્ટિબોડીઝ ધરાવતી વ્યક્તિને કોરોના ચેપ લાગવાની શક્યતા ઓછી રહેલી છે.જો કે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, હજુ પણ 40 કરોડ લોકો પર કોરોનાનો ખતરો મંડારાયેલો છે જેથી કોરોના સામેની લડાઈ હજુ પણ યથાવત છે.

નીતી આયોગના (Niti Aayog) સભ્ય ડો.વી કે પૌલે (V K Paul) ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે,” ભારતે હજી સુધી કોરોના સામે રક્ષણ મેળવવા માટે એન્ટિબોડીઝ પ્રાપ્ત કરી છે પરંતુ ,કોરોનાના ખતરાને નકારી શકાય નહિ.” વધુમાં જણાવ્યુ હતુ કે કોરોના પ્રોટોકોલનું (Corona Protocol) પાલન કરીને આપણે જરૂરથી સુરક્ષિત થઈ શકીએ છીએ. ઉપરાંત નોંધ્યું હતુ કે 50 ટકા લોકોએ ફુલી વેક્સિનેટ(Vaccinate) થઈ ચુક્યા છે જેથી કોરોનાની ત્રીજી લહેરમાં (Third Wave) સંક્રમણનું પ્રમાણ ઓછુ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો: Corona Vaccination: ગુજરાતમાં કોરોનાની રસી લેનારા લોકોની સંખ્યા વધી, વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

આ પણ વાંચો: સ્કૂલ ખોલવાની શરૂઆત પ્રાથમિક શાળાઓથી કરવી એ સમજદારી ભર્યું પગલું: ICMR પ્રમુખ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">