સ્કૂલ ખોલવાની શરૂઆત પ્રાથમિક શાળાઓથી કરવી એ સમજદારી ભર્યું પગલું: ICMR પ્રમુખ

તાજેતરના આઈસીએમઆરના નેશનલ સીરો સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે, 6થી 9 વર્ષની વયના બાળકોમાં એન્ટિબોડીઝ 57.2 ટકા છે. જે પુખ્ત વયના લોકોની સમાન છે.

સ્કૂલ ખોલવાની શરૂઆત પ્રાથમિક શાળાઓથી કરવી એ સમજદારી ભર્યું પગલું: ICMR પ્રમુખ
પ્રતિકાત્મક તસવીર
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jul 20, 2021 | 9:48 PM

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર બલરામ ભાર્ગવાએ મંગળવારે કહ્યું હતું કે, પ્રાથમિક શાળાઓથી ભારતની શાળાઓ ફરીથી શરૂ કરવાનું સમજદાર પગલું રહેશે. તેમણે કહ્યું કે, બાળકોમાં ‘એસ રીસેપ્ટર્સ’ ઓછી સંખ્યામાં હોય છે. જેનાથી વાયરસ ચોંટી શકતા નથી. તેથી તેઓ પુખ્ત વયના લોકો કરતા વાયરસના સંક્રમણને વધુ સારી રીતે લડી શકે છે.

‘એસીઇ રીસેપ્ટર્સ’ એ પ્રોટીન છે જે કોરોના વાયરસનો પ્રવેશદ્વાર છે. વાયરસ તેમાં વળગી રહે છે અને અનેક માનવ કોષોને ચેપ લગાડે છે. ભાર્ગવે ભારપૂર્વક કહ્યું કે, શાળાના શિક્ષકો અને અન્ય સહાયક કર્મચારીઓને રસી આપવામાં આવે છે તેની ખાતરી કરીને આવા પગલા પર વિચાર કરવો જરૂરી છે.

તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તાજેતરના આઈસીએમઆરના નેશનલ સીરો સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે, 6થી 9 વર્ષની વયના બાળકોમાં એન્ટિબોડીઝ 57.2 ટકા છે. જે પુખ્ત વયના લોકોની સમાન છે. કોરોના કેસની સંખ્યા ઘટી હોવાને કારણે કેટલાંક જિલ્લામાં શાળાઓ ખોલવા અંગેના સવાલ પર ભાર્ગવે કહ્યું કે, બાળકો પુખ્ત વયના લોકો કરતાં વધારે સારી રીતે સંક્રમણનો સામનો કરી શકે છે અને તે સ્થાપિત થયું છે કે તેમની પાસે ‘એસ રિસેપ્ટર’ ની સંખ્યા ઓછી છે જેમાં વાયરસ વળગી રહે છે.

ત્રીજી લહેર દરમિયાન પ્રાથમિક શાળાઓ બંધ નહોતી કરાઈ

કેટલાક દેશોમાં, ખાસ કરીને સ્કેન્ડિનેવિયન દેશો ડેનમાર્ક, નોર્વે અને સ્વીડનમાં, અધિકારીઓ પ્રથમ, બીજી અને ત્રીજી લહેર દરમિયાન પ્રાથમિક શાળાઓ બંધ કરતા ન હતા. કોવિડની લહેર ગમે તે હોઈ તેમની પ્રાથમિક શાળાઓ હંમેશા ખુલ્લી હતી.

આ પણ વાંચો:Gujarat HC Recruitment: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કરી શકે છે અરજી

આ પણ વાંચો: Maharashtra FYJC CET 2021 : 11માં ધોરણ માટે સીઇટીનું આજથી રજિસ્ટ્રેશન શરુ, જાણો કઇ વેબસાઇટ પરથી કરી શકશો અપ્લાઇ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati