Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં 15 થી 18 વર્ષના 70 ટકા કિશોરોને કોરોના રસીનો પહેલો ડોઝ મળ્યો, આરોગ્ય મંત્રીની યુવાનોને અપીલ- ઝડપથી રસીકરણ કરાવો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વિટમાં કહ્યું, 'યંગ ઈન્ડિયા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને વધુ મજબૂત બનાવી રહ્યું છે. અમારા 15-18 વર્ષની વયના 70 ટકાથી વધુ કિશોરોએ COVID19 રસીનો તેમનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.

દેશમાં 15 થી 18 વર્ષના 70 ટકા કિશોરોને કોરોના રસીનો પહેલો ડોઝ મળ્યો, આરોગ્ય મંત્રીની યુવાનોને અપીલ- ઝડપથી રસીકરણ કરાવો
Corona Vaccination - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 11:14 PM

15 થી 18 વર્ષની વચ્ચેના 70 ટકા કિશોરોને કોરોના રસીનો (Corona Vaccine) પહેલો ડોઝ મળ્યો, આરોગ્ય મંત્રીએ યુવાનોને અપીલ કરી છે કે તેઓ ઝડપથી રસીકરણ કરાવે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 15- 18 વર્ષની ઉંમરના 70 ટકાથી વધુ કિશોરોએ COVID-19 રસીનો તેમનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. કોવિન પોર્ટલ અનુસાર, અત્યાર સુધીમાં આ વય જૂથના કુલ 6 કરોડ 69 લાખ, 85 હજાર 609 કિશોરોને કોવિડ સામે રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેના દૈનિક અપડેટમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વય જૂથના કિશોરોને રસીના 5,20,32,858 પ્રથમ ડોઝ અને 1,47,92,245 કિશોરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) પાત્રતા ધરાવતા યુવાનોને વહેલામાં વહેલી તકે રસી લેવા માટે વિનંતી કરી છે. માંડવિયાએ એક ટ્વિટમાં કહ્યું, ‘યંગ ઈન્ડિયા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને વધુ મજબૂત બનાવી રહ્યું છે. અમારા 15-18 વર્ષની વયના 70 ટકાથી વધુ કિશોરોએ COVID19 રસીનો તેમનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.

જો તમારા ફોનમાં દેખાય આ 5 સંકેત, તો સમજો હેક થઈ ગયો છે તમારો ફોન !
Plant in pot : માટી વગર જ ઘરે ઉગાડો ધાણાનો છોડ, અપનાવો આ સરળ પદ્ધતિ
પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જવો કઈ વાતનો આપે છે સંકેત? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 21-03-2025
Gold Price : ગરીબ પાકિસ્તાનમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો કિંમત
છૂટાછેડાના દિવસે યુઝવેન્દ્ર ચહલના ટી-શર્ટ પર કેમ હંગામો?

હું તમામ લાયક યુવાન મિત્રોને વહેલામાં વહેલી તકે રસી લેવા માટે અપીલ કરું છું.’ આ વર્ષે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષની વય જૂથમાં કોવિડ રસીકરણ શરૂ થયું હતું. તે જ સમયે, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 172.81 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં 10 જાન્યુઆરીથી આરોગ્ય સંભાળ કાર્યકરો, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ, 60 વર્ષ અને તેથી વધુ વયના લોકો સહિત કોવિડના પ્રીકોશન ડોઝ લાગુ કરવા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા અને લોકોને રસી આપવાની ગતિને ઝડપી બનાવવા સતત પ્રયાસો કરી રહી છે.

રસીકરણ અભિયાનની ગતિમાં વધારો કરવામાં આવ્યો

કોવિડ-19ની રસી બધાને ઉપલબ્ધ કરાવવા માટે નવા તબક્કાની શરૂઆત ગયા વર્ષે 21 જૂન 2021થી કરવામાં આવી હતી. વધુને વધુ રસીની ઉપલબ્ધતા દ્વારા રસીકરણ અભિયાનની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. આ હેઠળ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીની ઉપલબ્ધતા વિશે અગાઉથી જાણ કરવામાં આવે છે, જેથી તેઓ રસીની વધુ સારી રીતે યોજના બનાવી શકે અને રસીની સપ્લાય ચેઇનમાં સુધારો કરી શકે.

આ પણ વાંચો : મુખ્તાર અબ્બાસ નકવીએ હિજાબ વિવાદને ગણાવ્યું કાવતરું, કહ્યું- મુસ્લિમ છોકરીઓને ભણવાથી રોકવામાં આવી રહી છે

આ પણ વાંચો : Statue of Equality: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ- ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ દેશ અને વિશ્વ માટે એક મોટી ભેટ

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ
માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ
આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ
આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
g clip-path="url(#clip0_868_265)">