AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: રાજ્યો પાસે 12.37 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ, અત્યાર સુધીમાં કુલ 170.95 કરોડ ડોઝ અપાયા

કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) પાસે હજુ પણ કોરોના રસીના 12.37 કરોડથી વધુ નહિ વપરાયેલ ડોઝ ઉપલબ્ધ છે.

Corona Vaccine: રાજ્યો પાસે 12.37 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ, અત્યાર સુધીમાં કુલ 170.95 કરોડ ડોઝ અપાયા
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 11:41 AM
Share

Corona Vaccine: કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) પાસે હજુ પણ કોરોના રસીના 12.37 કરોડથી વધુ નહિ વપરાયેલ ડોઝ ઉપલબ્ધ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 170.95 કરોડ (1,70,95,24,720) થી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “12.37 કરોડથી વધુ (12,37,14,841) બાકી અને બિનઉપયોગી કોવિડ રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.”

તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વેક્સીનને સૌથી શક્તિશાળી હથિયાર તરીકે જોવામાં આવી રહી છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિક પર કોરોનાની રસી લેવા માટે ભાર આપી રહી છે. કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત કોરોના રસી આપીને મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી 75 ટકા રસીની ખરીદી અને સપ્લાય કરશે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફતમાં આપશે. દેશવ્યાપી કોરોના રસીકરણ 16 જાન્યુઆરી 2021 ના ​​રોજ શરૂ થયું.

ભારતમાં રસીકરણનો કુલ આંકડો 172 કરોડને વટાવી ગયો છે

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોરોના રસીના (Corona Vaccine) 172.81 કરોડ ડોઝ લગાવવામાં કરવામાં આવ્યા છે. તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે, શનિવારે દેશમાં કોરોના વાયરસ માટે 14,15,279 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે વધીને 75.07 થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોરોના રસીના 172.81 કરોડ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે 1,72,81,49,447 છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,877 નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાઈરસના (Coronavirus) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ત્રીજી લહેરની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી છે. માહિતી અનુસાર આજે દેશભરમાંથી સંક્ર્મણના 44,877 નવા કેસ નોંધાયા છે. જે બાદ હવે કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,26,31,421 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 684 દર્દીઓના મોત બાદ સંક્રમણથી મૃત્યુઆંક 5,08,665 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 5.37 લાખ થઈ ગઈ છે.

આ પણ વાંચો: IGNOU Admissions 2022: IGNOU જાન્યુઆરી સત્ર માટે પ્રવેશની તારીખ લંબાવાઈ, 21 ફેબ્રુઆરી સુધી થશે અરજી

આ પણ વાંચો: શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના તમને આર્થિક સહાય આપશે, જાણો યોજના અને અરજી કરવાની પ્રક્રિયા વિશે

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">