Statue of Equality: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ- ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ દેશ અને વિશ્વ માટે એક મોટી ભેટ

અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે 21મી સદી છે, પરંતુ ઘણી સદીઓ પહેલા જે વિચારો આપવામાં આવ્યા હતા તે આજે પણ એટલા જ સાચા છે, વિચારો એટલા જ મોટા પણ છે.

Statue of Equality: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ- 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' દેશ અને વિશ્વ માટે એક મોટી ભેટ
Anurag Thakur - Statue Of Equality
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 8:01 PM

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર (Union Minister Anurag Thakur) રવિવારે હૈદરાબાદમાં ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ (Statue of Equality) પહોંચ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પોતાના સંબોધનમાં સૌ પ્રથમ આ શુભ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે 21મી સદી છે, પરંતુ ઘણી સદીઓ પહેલા જે વિચારો આપવામાં આવ્યા હતા તે આજે પણ એટલા જ સાચા છે, વિચારો એટલા જ મોટા પણ છે. એમ પણ કહ્યું કે મને ખુશી છે કે સમાનતાના પ્રતિક ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ માત્ર 216 ફૂટ ઉંચી નથી પરંતુ તેણે દેશ અને દુનિયાને એક મોટી ભેટ આપી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારતની ધરતીને એટલા માટે પણ મહાન કહેવામાં આવે છે કારણ કે આજે પણ હજારો વર્ષ જૂનો ઈતિહાસ ભારતને વિશ્વમાં એક અલગ સ્થાને ઉભો કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણી છેલ્લી કેટલીક પેઢીઓ પશ્ચિમ તરફ જોવા લાગી, સત્ય એ છે કે આજે સમગ્ર પશ્ચિમ ભારત તરફ જોઈ રહ્યું છે. અગાઉ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સમાજ સુધારક અને 11મી સદીના સંત રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

રામાનુજાચાર્યજીની પ્રતિમાનું અનાવરણ કરવું એ મારૂ પરમ સૌભાગ્ય – રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) આજે હૈદરાબાદમાં ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ સંકુલ પાસે શ્રી રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે સ્વામીજીને નમન કરી અને આરતી કરી હતી. આ દરમિયાન સમગ્ર પરીસર ભક્તિમય બની ગયું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે ચિન્ના જીયર સ્વામીએ આ દેશમાં રામાનુજાચાર્યજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરીને ઈતિહાસ રચ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભારતના ગૌરવશાળી ઈતિહાસમાં ભક્તિ અને સમાનતાના મહાન ધ્વજવાહક ભાગવત શ્રી રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી સ્મૃતિ મહા મહોત્સવના શુભ અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન. આ સમારોહમાં ભાગ લેવો અને રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કરવું મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે 5મી ફેબ્રુઆરીએ વસંત પંચમીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામાનુજાચાર્યજીની ભવ્ય સમતા મૂર્તિનું અનાવરણ કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ‘સ્વામીજીની પ્રતિમાથી આ વિસ્તારમાં હંમેશા વિશેષ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થતો રહેશે. આ વિસ્તારનું નામ રામ નગર પડવું એ દિવ્ય સંયોગ છે. આ પ્રદેશ ભક્તિની ભૂમિ છે.’ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ‘તેલંગાણાની દરેક મુલાકાત મારા માટે મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : Statue Of Equality: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું કર્યું અનાવરણ, કહ્યું- આ મારું પરમ સૌભાગ્ય

g clip-path="url(#clip0_868_265)">