તેલંગાણામાં એક શાળામાં 42 વિદ્યાર્થીનીઓ અને એક શિક્ષિકા કોરોનાથી સંક્રમિત, તમામને આઇસોલેશનમાં રખાયા
છેલ્લા 10 દિવસમાં તેલંગાણાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ હોવાની આ ત્રીજી ઘટના છે. ગત સપ્તાહમાં હૈદરાબાદ નજીકની મહિન્દ્રા યુનિવર્સિટીને 25 વિદ્યાર્થીઓ અને પાંચ સ્ટાફ સભ્યોના પોઝિટિવ આવ્યા બાદ બંધ કરવામાં આવી હતી.
શાળાઓ(Schools) શરુ થવાની સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં શાળાઓમાં સંક્રમણ વધી રહ્યુ છે. તેલંગાણાની એક શાળામાં કોરોના(Corona )ના 40 થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના સાંગા રેડ્ડી જિલ્લામાં મહાત્મા જ્યોતિબા ફૂલે પછાત વર્ગ કલ્યાણ શાળાની 45 વિદ્યાર્થીનીઓ(Students) કોરોના પોઝિટિવ(Corona positive) મળી આવી છે. એક શિક્ષક(Teacher) પણ પોઝિટિવ છે.
તેલંગાણામાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા હોવાથી શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે, વિદ્યાર્થીઓને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સંપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી રહી છે, પરંતુ તમામ પ્રકારના પ્રતિબંધો હોવા છતાં, વિદ્યાર્થીઓનો કોરોના ચેપ અટકતો નથી. હૈદરાબાદ નજીકના સંગારેડ્ડી જિલ્લાના મુથાંગી ખાતે તેલંગાણાની સરકારી રેસિડેન્શિયલ ગુરુકુલ સ્કૂલમાં 42 વિદ્યાર્થિનીઓ અને એક શિક્ષક કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જ્યારે વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સના વધતા જતા પ્રકોપ વચ્ચે તેમના નમૂનાઓ પરીક્ષણ માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે.
તમામને આઇસોલેશનમાં રખાયા
સંગારેડ્ડી જિલ્લાના ડીએમ અને એચઓ ડૉ. ગાયત્રી કેના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. હૈદરાબાદથી લગભગ 50 કિલોમીટર દૂર સંગારેડ્ડી જિલ્લાના મુથાંગી ગામમાં મહાત્મા જ્યોતિબા ફૂલે ગુરુકુલ સ્કૂલમાં આ કેસ સામે આવ્યા છે.
Telangana | 43 girl students of Mahatma Jyotiba Phule Backward Classes Welfare School in Sanga Reddy district test positive for COVID19. Students have been kept in isolation and are receiving medical treatment: Dr Gayatri, DM &HO, Sangareddy District
— ANI (@ANI) November 29, 2021
શાળા સત્તાધીશોએ તમામ વિદ્યાર્થીઓનો ટેસ્ટ કર્યો
એક વિદ્યાર્થિનીમાં હળવા લક્ષણો હોવાની શંકાના આધારે શાળામાં તમામ વિદ્યાર્થિીનીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રવિવારે 261 વિદ્યાર્થિનીઓ અને 27 સ્ટાફ સભ્યોના કોરોના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 42 વિદ્યાર્થિની અને એક શિક્ષિકા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ગાયત્રી દેવીની દેખરેખ હેઠળ સોમવારે બાકીની વિદ્યાર્થિનીઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
શૈક્ષણિક સંસ્થામાં સંક્રમણની આ ત્રીજી ઘટના
છેલ્લા 10 દિવસમાં તેલંગાણાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ હોવાની આ ત્રીજી ઘટના છે. ગત સપ્તાહમાં હૈદરાબાદ નજીકની મહિન્દ્રા યુનિવર્સિટીને 25 વિદ્યાર્થીઓ અને પાંચ સ્ટાફ સભ્યોના પોઝિટિવ આવ્યા બાદ બંધ કરવામાં આવી હતી.
હાઈકોર્ટે ઓક્ટોબરમાં ખોલવાની મંજૂરી આપી હતી
ગયા મહિને રાજ્યમાં રેસિડેન્શિયલ સ્કૂલો ફરી શરૂ થયા બાદ આ પહેલીવાર છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પોઝિટિવ મળી આવી હતી. તેલંગાણામાં શૈક્ષણિક સંસ્થાઓ 1 સપ્ટેમ્બરથી ફરી ખુલી. જો કે, શિક્ષણ વિભાગે તમામ નિવારક પગલાં લેવાની ખાતરી આપ્યા બાદ હાઈકોર્ટે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં રેસિડેન્શિયલ સ્કૂલો ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી.
આ પણ વાંચોઃ ઉઘરાણીના 100 કરોડ જેટલા રૂપિયા ફસાઈ જતા સુરત, અમદાવાદના કાપડના વેપારીઓ મુશ્કેલીમાં