ઉઘરાણીના 100 કરોડ જેટલા રૂપિયા ફસાઈ જતા સુરત, અમદાવાદના કાપડના વેપારીઓ મુશ્કેલીમાં

અમદાવાદ અને સુરતના કાપડના વેપારીઓ 100 કરોડની નુકસાની ભોગવી રહ્યા છે. ખરેખરમાં તો ઉઘરાણીના આ પૈસા ન આવતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 1:20 PM

અમદાવાદ (Ahmedabad) અને સુરતના (Surat) કાપડના વેપારીઓને (Textile traders) પડતા પર પાટું માર્યાના ઘાટ ઘડાયો છે. પહેલા કોરોના કાળમાં વેપારીઓની કમર તૂટી અને હવે ઉઘરાણીના પૈસા ન આવતાં વેપારીઓને રોવાનો વારો આવ્યો છે. અમદાવાદ અને સુરતના વેપારીઓના 100 કરોડ રૂપિયા ફસાયા છે. વેપારીઓએ મસ્કતી કાપડ મહાજનની મદદ લીધી છે.

વેપારીઓની ફરિયાદોના નિકાલ માટે SIT ની રચના કરાઈ છે. છેલ્લા 1 વર્ષમાં SIT માં 724 ફરિયાદો સામે આવી છે. જેમાં 337 ફરિયાદમાં સમાધાન પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે 289 ફરિયાદ મામલે તપાસ બાકી છે. SIT માં 5 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે..જેમાં બે ફરિયાદ નોંધવામાં આવી છે.

મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરગ ભંગતનું કહેવું છે કે અમદાવાદના લગભગ 200 પાર્ટીના 75 કરોડથી વધુ ફસાયા છે. વેપારીઓએ વારંવાર કાઉન્ટર પાર્ટીને કહ્યું હોવા છતાં વર્ષોથી બાકી ઉઘરાણી પરત આવતી નથી. જેથી SIT અને ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી છે.

 

આ પણ વાંચો: Surat: 12 ટકા GST કાપડ ઉદ્યોગ માટે મૃત્યુઘંટ સમાન સાબિત થશે, નાણામંત્રીને રજુઆત કરવા ટેક્ષટાઇલ સંગઠનો થયા એકજુટ

આ પણ વાંચો: Surat : હવે ઇન્ટરનેશનલ લાયસન્સ માટે પણ આરટીઓ કચેરીના ધક્કા ખાવા નહીં પડે, સુવિધાઓ થઇ ઓનલાઇન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">