Delhi Corona Update : દિલ્હીમાં સક્રિય કોરોનાના દર્દીઓ કરતાં કન્ટેનમેન્ટ ઝોન ત્રણ ગણા વધુ
દિલ્હીના આરોગ્ય વિભાગ અનુસાર, રાજધાનીમાં 11,716 સક્રિય કેસ છે. કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 32,780 છે. વિભાગનું કહેવું છે કે માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોનને કારણે તેમની સંખ્યામાં ઘટાડો થયો નથી.
દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) કોરોના વાયરસના (Coronavirus) નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે, જે ઝડપે નવા કેસ ઘટી રહ્યા છે તેની સામે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. દિલ્હીમાં કોરોનાના કુલ સક્રિય દર્દીઓ કરતાં ત્રણ ગણા કન્ટેનમેન્ટ ઝોન છે. સૌથી વધુ રેડ ઝોન દક્ષિણ દિલ્હીમાં છે.
દિલ્હીના આરોગ્ય વિભાગ અનુસાર, રાજધાનીમાં 11,716 સક્રિય કેસ છે. કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 32,780 છે. વિભાગનું કહેવું છે કે માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોનને કારણે તેમની સંખ્યામાં ઘટાડો થયો નથી. બીજી તરફ, વિભાગના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઘણા વિસ્તારોમાં 14 દિવસ માટે કન્ટેનમેન્ટ ઝોન છે. જ્યારે હોમ આઇસોલેશનમાં રહેવાનો સમયગાળો માત્ર સાત દિવસનો છે.
આ જ કારણ છે કે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો. દિલ્હીના કરોલ બાગના રહેવાસી નરેન્દ્ર સિંહનું કહેવું છે કે તેનો ભાઈ કોરોનાથી સંક્રમિત હતો. તે પાંચ દિવસમાં ચેપમાંથી સાજો થઈ ગયો હતો, પરંતુ તેના ભાઈના સ્વસ્થ થયાના સાત દિવસ પછી પણ તેના ઘરની બહારથી બેરિકેડિંગ હટાવવામાં આવ્યું નથી. જેના કારણે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હીમાં કોરોનાથી હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે. 10 દિવસમાં ચેપ માટે દાખલ દર્દીઓની સંખ્યામાં 44 ટકાનો ઘટાડો થયો છે. હવે હોસ્પિટલમાં દરરોજ માત્ર બે-ત્રણ દર્દીઓ આવી રહ્યા છે. હોસ્પિટલોમાં હવે કુલ 1200 કોરોના સંક્રમિત બાકી છે. 10 દિવસ પહેલા સુધી આ સંખ્યા 2137 હતી. ડોકટરોનું કહેવું છે કે હવે હોસ્પિટલમાં એવા દર્દીઓને જ દાખલ કરવામાં આવે છે જેમને કોરોના સિવાય પણ ઘણી બીમારીઓ છે.
એઇમ્સના કોવિડ વોર્ડના ડૉક્ટર અનન્યા ગુપ્તા કહે છે કે ભલે રાજધાનીમાં કેસ ઝડપથી ઘટી રહ્યા છે, પરંતુ હજુ પણ દરરોજ બે હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસ પણ 11 હજારથી વધુ છે. સકારાત્મકતા દર પાંચ ટકાથી ઓછો રહ્યો છે, પરંતુ અત્યારે એવું કહી શકાય નહીં કે ત્રીજી લહેર પૂરી થઈ ગઈ છે. આગામી એક સપ્તાહમાં આ અંગે સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો –
Coronavirus: કોરોનાએ ત્રીજા લહેરમાં યુવાનોને બનાવ્યા સૌથી વધુ શિકાર ! સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો –