રાજ્યમાં આંગણવાડી કાર્યકરોની 8,000થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત, આ રીતે કરી શકશો અરજી

આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ 2022 છે. ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા જે તે જિલ્લો કે શહેરની વિગતો જાણી અને તેના ફોર્મ ભરવાના રહેશે. અરજી કરવા માટે કોઇ ફી રાખવામાં આવી નથી.

રાજ્યમાં આંગણવાડી કાર્યકરોની 8,000થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત, આ રીતે કરી શકશો અરજી
Anganwadi recruitment 2022 (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 3:03 PM

ગુજરાત (Gujarat)માં આંગણવાડી કાર્યકરો અને તેડાગરની 8000થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત (Anganwadi Recruitment) બહાર પાડવામાં આવી છે. ધોરણ 10 પાસ અને ડિપ્લોમા કોર્સ કરેલી મહિલાઓ માટે આંગણવાડીમાં નોકરી કરવાની આ સારી તક છે. રાજ્યની વિવિધ શહેર અને જિલ્લાની આંગણવાડીઓમાં મહિલા અને બાળક વિકાસ વિભાગ ગુજરાત દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. આંગણવાડીની ભરતીનું નોટિફીકેશન (Notification) ઓનલાઈન મૂકવામાં આવ્યું છે, જેના આધારે અરજી કરવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ 2022 છે.

અરજી કરવાની અંતિમ તારીખ

આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ 2022 છે. ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા જે તે જિલ્લો કે શહેરની વિગતો જાણી અને તેના ફોર્મ ભરવાના રહેશે. અરજી કરવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી. અરજી કરવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો.

વેતન

આ ભરતીમાં આંગણવાડી કાર્યકરને માનદ વેતન 7,800 રૂપિયા આપવામાં આવશે, જ્યારે આંગણવાડી તેડાગરને 3,950 રૂપિયા માનદ વેતન આપવામાં આવશે, જ્યારે આંગણવાડી કાર્યકર (મીની)ને 4,400 રૂપિયા માનદ વેતન આપવામં આવશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

શૈક્ષણિક લાયકાત

આંગણવાડી કાર્યકરની જગ્યા માટે ધોરણ 12 પાસ અથવા તો ધો. 10 પાસ પછીના SICTE માન્ય કોઈ કોર્સનો ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમાં કોર્સ કરેલો હોવો જોઈએ. આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધો. 10 પાસ હોવા જોઈએ. અરજી કરનાર અરજદારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

આ નોકરી માટેની પસંદગી પ્રક્રિયા મેરીટના આધારે કરવામાં આવશે. જેમાં ધો.10-12ના ગુણ, ડિપ્લોમાં કોર્સના ગુણ, અનુસ્તાક કોર્સ કર્યો હોય તે તેના ગુણ, અનામત વર્ગના ગુણ, વિધવા હોય તો તેના ગુણ એમ મળીને 100 ગુણના આધારે મેરીટ તૈયાર થશે તેના આધારે ભરતી કરવામાં આવશે.

ભરતીની જગ્યા

આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની જગ્યા ભાવનગર શહેર, વડોદરા શહેર, દેવભૂમિ દ્વારકા, નવસારી, તાપી, ડાંગ, રાજકોટ શહેર, જૂનાગઢ શહેર, અરવલ્લી, વડોદરા જિલ્લો, જામનગર શહેર, પાટણ, ગાંધીનગર જિલ્લો, મહેસાણા, જૂનાગઢ જિલ્લો, વલસાડ, છોટાઉદેપુર, મોરબી, ખેડા, ગીર સોમનાથ, મહીસગાર, સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લો, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત શહેર, પોરબંદર, અમદાવાદ જિલ્લો, જામનગર જિલ્લો, બોટાદ, અમદાવાદ શહેર, કચ્છ, પંચમહાલ, નર્મદા, અમરેલી, રાજકોટ જિલ્લો, આણંદ, તાપી જિલ્લામાં બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો-

આવકવેરા વિભાગમાં નોકરી મેળવવાની તક, ટેક્સ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી

આ પણ વાંચો-

Career in Aviation: એવિએશન ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી કેવી રીતે બનાવવી? જાણો અભ્યાસક્રમ અને ટોચના કારકિર્દી વિકલ્પો

g clip-path="url(#clip0_868_265)">