RBI Officer Grade B Final Result : RBI અધિકારી ગ્રેડ B ભરતી પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, આ સરળ રીતથી ચેક કરો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવેલી ઓફિસર ગ્રેડ B ની પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ Opport.rbi.org.in પર જઈને તેમના પરિણામ ચકાસી શકે છે.
RBI Officer Grade B Final Result : ભારતીય રિઝર્વ બેન્કે ઓફિસર ગ્રેડ B ભરતીની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા તેઓ આરબીઆઈની (RBI) સત્તાવાર વેબસાઈટ Opports.rbi.org.in પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે. RBI દ્વારા બહાર પાડવામાં આવેલી કુલ 322 પોસ્ટ્ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
RBI અધિકારી ગ્રેડ B ભરતી પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રેડ બી ઓફિસરના પદ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા(Application Process) 28 જાન્યુઆરી 2021 થી શરૂ થઈ હતી. જેમાં ઉમેદવારોને અરજી કરવા માટે 15 માર્ચ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ પરીક્ષા 6 માર્ચ 2021 ના રોજ લેવામાં આવી હતી, જેના પરિણામો 13 માર્ચ 2021 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરાંત મેઈન્સ પરીક્ષા માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવામાં આવી હતી, જેના 4 મે, 2021 ના રોજ પરિણામ (Result) જાહેર કરવામાં આવ્યા હતા. હવે આ ભરતી પરીક્ષાનું અંતિમ પરિણામ (Final Result) જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઇને તેનું પરિણામ ચકાસી શકે છે.
આ સરળ સ્ટેપથી ચકાસો પરિણામ
Step:1 સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ- Opportments.rbi.org.in પર જાઓ. Step:2 વેબસાઇટના હોમ પેજ પર Career with Central Bank લિંક પર જાઓ. Step:3 હવે Current Vacancies લિંક પર ક્લિક કરો. Step:4 અહીં Result of Officers in Grade B (DR) (GEN), (DEPR) and (DSIM) PY-2021 પર ક્લિક કરો. Step:5 એક PDF ફાઈલ ખુલશે. Step:6 હવે તમારા રોલ નંબર અને નામની મદદથી, તમે પરિણામ ચકાસી શકો છો. Step:7 ઉમેદવારો ઇચ્છે તો પરિણામ ડાઉનલોડ પણ કરી શકે છે. Step:8 ડાયરેક્ટ લિંક દ્વારા પરિણામ તપાસવા માટે અહીં ક્લિક કરો.
ખાલી જગ્યાની વિગતો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કુલ 332 પોસ્ટ્સની ભરતી(Vacancy) કરવામાં આવશે. આ પરીક્ષામાં પસંદ થયેલા ઉમેદવારોને રિઝર્વ બેંકમાં ઓફિસર ગ્રેડ બી (General) ની 270 જગ્યાઓ, ઓફિસર ગ્રેડ બી (DRP) ની 29 જગ્યાઓ અને ઓફિસર ગ્રેડ બી (DSIM) ની 23 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચો: India Post Recruitment 2021 : ઈન્ડિયન પોસ્ટમાં 581 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ, આ સરળ રીતથી કરો અરજી