AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Post Recruitment 2021 : ઈન્ડિયન પોસ્ટમાં 581 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ, આ સરળ રીતથી કરો અરજી

ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલમાં ગ્રામીણ ડાક સેવકની (Dak Sevak) જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે. ત્યારે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો આ સરળ રીતથી કરો અરજી.

India Post Recruitment 2021 : ઈન્ડિયન પોસ્ટમાં 581 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ, આ સરળ રીતથી કરો અરજી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 11:14 AM
Share

India Post Recruitment 2021 : ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ઇન્ડિયા પોસ્ટમાં નોકરીની મોટી તક છે. ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલમાં ગ્રામિણ ડાક સેવકની 581 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ અંતર્ગત ગ્રામીણ ડાક સેવક, શાખા પોસ્ટ માસ્ટર, મદદનીશ શાખા પોસ્ટ માસ્ટર, ડાક સેવકની જગ્યાઓ ભરવામાં આવશે.

આ જગ્યાઓ પર ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા (Written Test) લેવામાં આવશે નહીં. તેમજ ઉમેદવારોની પસંદગી ધોરણ 10ના મેરિટના (Merit) આધારે કરવામાં આવશે. હાલમાં ભરતી પ્રક્રિયા ઓનલાઈન ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર છે. રસ ધરાવતા ઉમેદવારો appost.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

ખાલી જગ્યાની વિગતો

ઉત્તરાખંડમાં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર કુલ 581 પોસ્ટ્સની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 317 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ સિવાય EWS કેટેગરી માટે 57 બેઠકો, OBC ઉમેદવારો માટે 78 બેઠકો, SC વર્ગમાં 99 બેઠકો, ST ઉમેદવારો માટે 15 અને H શ્રેણી માટે 15 બેઠકો માટે ભરતી થશે.

કોણ અરજી કરી શકે?

ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે. ઉપરાંત વધુ અભ્યાસ કરતા ઉમેદારોને પણ ધોરણ 10ના મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે. ઉપરાંત ગણિત અને અંગ્રેજી વિષયનું (Subject) જ્ઞાન ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે. તેમજ અરજદારની ઉંમર 18 વર્ષથી ઉપર અને 40 વર્ષથી ઓછી નક્કી કરવામાં આવી છે. જેમાં અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે, જનરલ અને ઓબીસી કેટેગરીના (OBC Category) ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા જમા કરાવવાના રહેશે. જ્યારે સમાન SC-ST, PH અને મહિલા ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

આ રીતે અરજી કરો

Step:1 સૌ પ્રથમ પોસ્ટની સત્તાવાર વેબસાઇટ – appost.in પર જાઓ.

Step:2 વેબસાઇટના હોમ પેજ પર, ડાબી બાજુએ આપેલ Live Notifications (Cycle III) પર જાઓ.

Step:3 હવે Uttarakhand circles Registration, Fee & Submission of online application પર ક્લિક કરો.

Step:4 હવે માગવામાં આવેલી વિગતો ભરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

Step:5 રજીસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.

Step:6 અરજી ફોર્મ ભર્યા પછી, પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો: Railway Jobs: પરીક્ષા વગર રેલ્વેમાં મળશે નોકરી! 10 પાસ ઉમેદવારો જાણી લો ભરતીની વિગતો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">