શીખો સંગીતથી હીલિંગ કરવાની કળા, 12મા પછી તમે મ્યુઝિક થેરાપીમાં બનાવી શકો છો કરિયર, જાણો કોર્સ અને જોબ ડિટેલ્સ

મ્યુઝિક થેરાપી (Music Therapy) શું છે? શું તમે જાણો છો કે 12મા પછી તમે આ ફિલ્ડમાં સારું કરિયર બનાવી શકો છો? જાણો કે તમે સંગીત વડે હીલિંગની કળા કેવી રીતે શીખી શકો છો અને તેનાથી સારા પૈસા કમાઈ શકો છો.

શીખો સંગીતથી હીલિંગ કરવાની કળા, 12મા પછી તમે મ્યુઝિક થેરાપીમાં બનાવી શકો છો કરિયર, જાણો કોર્સ અને જોબ ડિટેલ્સ
music-therapy-career-options-after-12th-classImage Credit source: Pixabay.Com
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 6:48 PM

ભાગદોડભર્યા જીવનમાં માનસિક સ્વાસ્થ્ય વિશે લોકોની વધતી જતી જાગૃતતાને કારણે આજકાલ ચિકિત્સા માટે એવા વિકલ્પો આજકાલ લોકપ્રિય બની રહ્યા છે જે સાઈડ ઈફેક્ટ્સ વગર અસરકારક સાબિત થઈ શકે છે. આવું જ એક ફિલ્ડ છે મ્યુઝિક થેરાપી (Music Therapy). આપણે બધા જાણીએ છીએ કે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના ટેંશનની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. આખી દુનિયામાં મેંટલ હેલ્થની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આજકાલ મેંટલ ટ્રેસમાંથી છુટકારો મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો મ્યુઝિક થેરાપી અપનાવી રહ્યા છે. આવામાં મ્યુઝિક થેરાપિસ્ટની (Music Therapist) માગ પણ વધી રહી છે. પરંતુ તે અત્યારે ઉભરતો કરિયર ઓપ્સન છે, પરંતુ તેમાં સ્કોપની કોઈ કમી નથી.

મ્યુઝિક થેરાપી શું છે?

મ્યુઝિક થેરાપી એ એવી પ્રક્રિયા છે જેમાં ડોકટરો તેમના દર્દીઓના સ્વાસ્થ્યને સુધારવા માટે સંગીતનો ઉપયોગ કરે છે. મ્યુઝિક થેરાપી એ અલગ અલગ પ્રકારના સાઉન્ડ વાઈબ્રેશનની સિરીઝ છે, જે દર્દીના શરીરમાં સકારાત્મક ફેરફારોનું કારણ બને છે. સંગીત ઉપચારમાં મ્યુઝિક સાંભળવા સિવાય મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવા, ગીતો લખવા અને સંગીત સાંભળવાનો સમાવેશ થાય છે. તે એક એલાઈડ હેલ્થ પ્રોફેશન છે, જેમાં સંગીતનો ઉપયોગ ટ્રીટમેન્ટ માટે થાય છે. મ્યુઝિક થેરાપી એવા લોકો માટે કોમ્યુનિકેશનનું માધ્યમ સાબિત થઈ શકે છે જેઓ પોતાની જાતને શબ્દો દ્વારા વ્યક્ત કરી શકતા નથી.

મ્યુઝિક થેરાપિસ્ટ શું કરે છે?

મ્યુઝિક થેરાપિસ્ટ એટલે કે સંગીત ચિકિત્સક વિશેષ વાતાવરણ, વૃદ્ધાવસ્થા કેન્દ્રો, હોસ્પિટલો, યુનિવર્સિટીઓ અને રિસર્ચ સેન્ટર સહિત અલગ અલગ પ્રકારની સેટિંગ્સમાં કામ કરે છે. આ થેરાપી માનસિક રોગો, શારીરિક અક્ષમતા, બોલવાની અને સાંભળવામાં અસમર્થતા, અલ્ઝાઈમર, કેન્સર અને અન્ય ઘણી બીમારીઓમાંથી સાજા થવામાં અસરકારક સાબિત થાય છે. મ્યુઝિક થેરાપિસ્ટ સંગીત અને તેના સંબંધિત તકનીકોનો ઉપયોગ કરે છે, જેથી દર્દીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો

આ થેરાપી મગજ અને મોટર એક્ટિવીટીને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે. મ્યુઝિક થેરાપિસ્ટ તેની સ્કિલનો ઉપયોગ દર્દીના ટેન્સનને દૂર કરવા, પીડા ઘટાડવા અને યાદશક્તિ વધારવા માટે કરે છે. આ પ્રોફેશનલ્સ દર્દીના મૂડને સમજે છે અને તેની જરૂરિયાતો અનુસાર ટ્યુન ડેવલોપ કરે છે.

કેવી રીતે કામ કરે છે મ્યુઝિક થેરાપી?

મ્યુઝિક થેરાપી દરમિયાન દર્દીના મનમાં ભાવનાત્મક ક્રિયાઓ પેદા કરવામાં આવે છે, જે તેમને આરામ અને સુકુન આપે છે. સંગીત મગજમાં ખાસ સર્કિટ બનાવે છે જેનાથી આનંદની અનુભૂતિ થાય છે. પરંતુ દરેક વ્યક્તિ કે દર્દીની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. તેથી તેમની બીમારી મુજબ મ્યુઝિક થેરાપી આપવામાં આવે છે. સંગીતથી બીમાર વ્યક્તિના મેંટલ હેલ્થ પર પોઝિટિવ અસર પડે છે. ઘણા રિસર્ચ દર્શાવે છે કે રિલેક્સિંગ મ્યુઝિક તણાવ ઘટાડવા માટે સંગીત સૌથી અસરકારક છે. આ થેરાપી દરમિયાન લયબદ્ધ સંગીતનો ઉપયોગ કરવામાં આવે છે.

મ્યુઝિક થેરાપી કરિયર સ્કોપ

મ્યુઝિક હવે માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું. તેના આધારે થેરાપી આપવામાં આવી રહી છે. જ્યાં સુધી કરિયરની વાત છે, તે એક નવી સ્ટ્રીમ છે પરંતુ તેનો સ્કોપ સતત વધી રહ્યો છે. આ થેરાપીને લઈને અત્યાર સુધી જેટલા પણ રિસર્ચ થયા છે, બધાએ તેને સફળ ગણાવ્યું છે. આ ટ્રીટમેન્ટની કોઈ સાઈડ ઈફેક્ટ પણ થઈ નથી. કદાચ તેથી જ તે લોકપ્રિય થઈ રહ્યું છે. આ ફિલ્ડના પ્રોફેશનલ્સ સાઈકેટ્રિક હોસ્પિટલો, હેલ્થ એજન્સીઓ, રિહેબિલિટેશન સેન્ટર, પ્રાઈવેટ નર્સિંગ હોમ્સ વગેરેમાં કામ કરી શકે છે. પ્રાઈવેટ પ્રેક્ટિસનો સારો સ્કોપ છે.

આવશ્યક લાયકાત અને પર્સનાલિટી

મ્યુઝિક થેરાપીમાં કરિયર બનાવવા માટે ઉમેદવારે કોઈપણ સ્ટ્રીમમાંથી 12મું પાસ કરેલ હોવું જોઈએ. આ પછી તેઓ મ્યુઝિક થેરાપીમાં સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા કોર્સ કરીને આ ફિલ્ડમાં પ્રવેશી શકે છે. મ્યુઝિક થેરાપિસ્ટ બનવા માટે સંગીતની સારી સમજ અને આલગ આલગ વાદ્યોયંત્રોનું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે તેના આધારે તમે આ ફિલ્ડમાં ટેકનિકલ સ્કિલ વિકસાવો છો. રસ ધરાવતા ઉમેદવારો ક્રિયેટીવ હોવા જોઈએ.

આજકાલ દેશની ઘણી સંસ્થાઓમાં મ્યુઝિક થેરાપીના કોર્સ ચલાવવામાં આવે છે. પરંતુ કોર્સ પસંદ કરેલ ઈન્સ્ટીટ્યુટમાંથી જ કરવો જોઈએ. આ ફિલ્ડમાં પ્રગતિ માટે વિદ્યાર્થીઓ સંગીત, બાયોલોજી, સાઈકોલોજી અને ફિજિયોલોજી સિવાય સોશિયલ એન્ડ બિહેવિયરલ સાઈન્સ કોર્સ કરે છે. મ્યુઝિક થેરાપિસ્ટ પાસે તેમની ફિલ્ડમાં ઓછામાં ઓછી બેચલર ડિગ્રી હોવી આવશ્યક છે. ગ્રેજ્યુએશન થયા પછી, એમએ અથવા ડોક્ટરલની ડિગ્રી લઈ શકાય છે. સર્ટિફિકેશન બોર્ડ ફોર મ્યુઝિક થેરાપિસ્ટની પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારોને મ્યુઝિક ડૉક્ટર તરીકે કામ કરવા માટેનું લાઇસન્સ મળી શકે છે.

ટોપ કોર્સ

  • સર્ટિફિકેશન ઈન મ્યુઝિક થેરાપી
  • એડવાન્સ લેવલ મ્યુઝિક થેરાપી કોર્સ
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ક્લિનિકલ મ્યુઝિક થેરાપીમ
  • પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મ્યુઝિક થેરાપી

ટોપ ઈન્સ્ટિટ્યૂટ

  • મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પુડુચેરી
  • ઈન્ડિયન એસોસિએશન ઓફ મ્યુઝિક થેરાપી, દિલ્હી
  • ચેન્નાઈ સ્કૂલ ઓફ મ્યુઝિક થેરાપી, ચેન્નાઈ
  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ મ્યુઝિક થેરાપી, ચેન્નાઈ
  • શ્રી બાલાજી વિદ્યાપીઠ, પુડુચેરી
  • મ્યુઝિક થેરાપી ટ્રસ્ટ, દિલ્હી
  • એમઈટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ કેયર્સ, મુંબઈ

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">