SCIL Recruitment 2022: આસિસ્ટન્ટ મેનેજરની પદ માટે બહાર પડી વેકેન્સી, જાણો કેવી રીતે કરી શકાશે અરજી
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Shipping Corporation Of India Ltd) લિમિટેડે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડી છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં કરી શકે છે.
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડએ (Shipping Corporation Of India Ltd) આસિસ્ટન્ટ મેનેજર સહિત બીજી અન્ય પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી કરનાર યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. એપ્લીકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2022 છે. અરજીની પ્રક્રિયા 16 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. એપ્લીકેશન ફોર્મ ઓનલાઈન ભરવામાં આવી રહ્યા છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની ઓફિશિયલ વેબસાઈટ shipindia.com પર જઈને ઉમેદવારો એપ્લીકેશન ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક લાયકાત સહિત અન્ય તમામ માહિતી અહીં ઉપલબ્ધ છે.
આ ભરતી અભિયાન હેઠળ 46 પદો ભરવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારોને એક સલાહ આપવામાં આવી છે કે એપ્લીકેશન ફોર્મ ભરતા પહેલા આપેલ જાણકારી વાંચી લે. અયોગ્ય ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં. કુલ 46 પોસ્ટમાંથી મેનેજમેન્ટ પોસ્ટ માટે 17 પોસ્ટ્સ, ફાઇનાન્સ પોસ્ટ માટે 10 પોસ્ટ્સ, એચઆર માટે 10 પોસ્ટ્સ, લો માટે 5 પોસ્ટ, ફાયર એન્ડ સિક્યુરિટી માટે 2 પોસ્ટ, સિવિલ એન્જિનિયરિંગ માટે 1 પોસ્ટ અને સીએસ માટે 1 પોસ્ટ છે. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોને નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.
SCIL Recruitment 2022: પસંદગી પ્રક્રિયા
આ પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષાના આધારે કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા આ જગ્યાઓ પર આયોજિત કરવામાં આવશે. મુંબઈ (થાણે અને નવી મુંબઈ સહિત), ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર, ગુવાહાટી અને દિલ્હી અને એન.સી.આરમાં આયોજિત કરવામાં આવશે.
SCIL Recruitment 2022: એપ્લિકેશન ફી
જનરલ, ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. એસસી/એસટી/પીડબલ્યુએસ/એક્સએસએમ ઉમેદવારોએ ફી તરીકે રૂ.100 ચૂકવવા પડશે. વધુ વિગતો માટે ઉમેદવારો એસસીઆઈએલની ઓફિશિયલ વેબસાઇટમાં જોઈ શકે છે.
આ સિવાય ભારતીય સેનામાં જોડાવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે. આર્મી એર ડિફેન્સ સેન્ટરે રોજગાર અખબારમાં લોઅર ડિવિઝન ક્લાર્કની પોસ્ટ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 16 જુલાઇથી 22 જુલાઇ વચ્ચે પ્રકાશિત અખબારમાં એલડીસીની પોસ્ટ માટે ભરતી અંગેની માહિતી આપવામાં આવી છે. 12 પાસ ઉમેદવારો આર્મી એર ડિફેન્સ સેન્ટર ભરતી 2022 માટે અરજી કરી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ પોસ્ટમાં જે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તેમને તગડો પગાર પણ આપવામાં આવશે.