ICAI CA Exam: સીએ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ હવેથી પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે, જાણો વિગતો

સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમિડિયેટ અને ફાઇનલના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરી શકે છે. જે વિદ્યાર્થીઓ પોતાનાં પરીક્ષાનું સિટી સેન્ટર બદલવા માંગતા હોય તેઓએ 9 જૂનથી 11 જૂન દરમિયાન ઑનલાઇન અરજી કરવાની રહેશે.

ICAI CA Exam: સીએ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ હવેથી પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે, જાણો વિગતો
સાંકેતિક ફોટો
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Jun 10, 2021 | 7:51 PM

Institute of Chartered Accountants of India (ICAI) ના સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમિડિયેટ અને ફાઇનલના (CA Foundation, Intermediate and Final) વિદ્યાર્થીઓ હવેથી પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરી શકે છે. જે વિદ્યાર્થીઓ પોતાનાં પરીક્ષાનું સિટી સેન્ટર બદલવા માંગતા હોય તેઓએ 9 જૂનથી 11 જૂન દરમિયાન ICAI વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરવાની રહેશે. પરીક્ષા કેન્દ્ર બદલવા માટે સત્તાવાર વેબસાઇટ icaiexam.icai.org ની મુલાકાત લેવી પડશે.

આ (ICAI CA Exam) સંદર્ભમાં એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પ્રવર્તમાન COVID-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને સંબંધિત વિદ્યાર્થીઓની ચિંતા અને મુશ્કેલીઓને હળવી કરવાના હિતમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પરીક્ષા, મે / જુલાઈ 2021 માટે 9 જૂનથી પરીક્ષા શહેરમાં ઓનલાઇન ફેરફાર કરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ”

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

તાજેતરમાં, સંસ્થાએ સીએ જૂન ફાઉન્ડેશનની પરીક્ષા (CA June Foundation Exam) માટે બે નવા પરીક્ષા કેન્દ્રો જાહેર કર્યા. પહેલેથી જાહેર કરાયેલ સીએ પરીક્ષા કેન્દ્રોની સૂચિમાં જે નવા પરીક્ષા કેન્દ્રો જોડાયા છે તે ગુજરાતના પાટણ અને મહારાષ્ટ્રના માલેગાંવ છે.

આઈસીએઆઈ સીએ ફાઉન્ડેશન પરીક્ષા (ICAI CA Foundation Exam) 24 જુલાઈથી 30 જુલાઇ, 2021 દરમિયાન લેવામાં આવશે. ઇન્ટર મીડિએટ પરીક્ષા (આઈપીસી અને નવી) 6 થી 20 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. જુના અને નવા અભ્યાસક્રમો માટેની અંતિમ પરીક્ષા 5 થી 19 જુલાઈ દરમિયાન સુનિશ્ચિત થયેલ છે.

સીએ પરીક્ષા મુલતવી રાખવા માંગ

તાજેતરમાં આઈસીએઆઈએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા (ICAI CA Foundation Exam) મુલતવી રાખી અને તેની નવી તારીખ નક્કી કરી. હવે ઇન્ટર અને ફાઇનલના વિદ્યાર્થીઓ પણ પરીક્ષાની (CA Foundation, Intermediate and Final) તારીખ વધારવાની માગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ ICAI ને ઘણી વખત પરીક્ષા રદ કરવા વિનંતી કરી છે. વિદ્યાર્થીઓ પરીક્ષાઓ (ICAI CA Exam) મુલતવી રાખવા માટે સતત ટ્વિટર પર ટ્વીટ કરી રહ્યા છે.

જે વિદ્યાર્થીઓએ આ વર્ષે છેલ્લો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) તરફથી વધારાના પ્રયાસની માગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોરોનાને કારણે તેમની પરીક્ષાઓને અસર થઈ છે, તેથી પરીક્ષાઓ મોકૂફ રાખવી જોઈએ. વળી, જે વિદ્યાર્થીઓનો છેલ્લો પ્રયત્ન છે તેમને વધુ એક તક આપવી જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">