શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ રાહત મળશે? OPEC PLUS તરફથી ક્રૂડના ઉત્પાદનમાં અપેક્ષિત વધારો ન થતા ચિંતાનો માહોલ સર્જાયો

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે OPEC અને તેના સહયોગી દેશોએ 5 મિલિયન બેરલની વધારાની ક્ષમતા સાથે તેલ બજારમાં લાવવું જોઈએ જેથી કિંમતો પર અંકુશ લાવી શકાય. 2021માં આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 60 ટકાનો વધારો થયો છે.

શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ રાહત મળશે? OPEC PLUS તરફથી ક્રૂડના ઉત્પાદનમાં અપેક્ષિત વધારો ન થતા ચિંતાનો માહોલ સર્જાયો
OPEC will increase crude oil production
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Nov 21, 2021 | 7:30 AM

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) અને તેના સહયોગીઓએ ઓક્ટોબરમાં તેલના ઉત્પાદનમાં વધુ ઘટાડો કર્યો હતો. ઓપેક-પ્લસે ક્રૂડના વધતા ભાવને રોકવા માટે ઉત્પાદન વધારવાનું વચન આપ્યું હતું.

OPEC-પ્લસએ તેની કુલ ઉત્પાદન ક્ષમતા સપ્ટેમ્બરમાં ઘટાડીને હતી જોકે ઓક્ટોબરમાં 116 ટકા કરી હતી. ઓપેક-પ્લસ દેશોની તાજેતરની બેઠકમાં સાઉદી અરેબિયા સહિત અન્ય ઉત્પાદકોએ ભાવને નિયંત્રિત કરવા માટે પુરવઠો વધારવાનું વચન આપ્યું હતું પરંતુ આ ક્ષણે એવું થઈ રહ્યું નથી.

ઓપેક દેશો તરીકે ઉત્પાદક દેશો પર નિયમનનો બોજ ઘટાડવામાં આવ્યો છે. યુરોપીયન અર્થતંત્રોમાં મંદીની આશંકાથી શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ 2.78 ડૉલર ઘટીને 78.46 ડૉલર પ્રતિ બેરલ થયું છે. આ છેલ્લા દોઢ મહિનામાં સૌથી નીચું સ્તર છે.

OPEC 50 લાખ બેરલ એક્સ્ટ્રા ઓઈલ ઉતાપ્દન કરે : ભારત પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે OPEC અને તેના સહયોગી દેશોએ 5 મિલિયન બેરલની વધારાની ક્ષમતા સાથે તેલ બજારમાં લાવવું જોઈએ જેથી કિંમતો પર અંકુશ લાવી શકાય. 2021માં આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 60 ટકાનો વધારો થયો છે. પુરીએ કહ્યું કે અમે તેલ ઉત્પાદક દેશોમાં જઈને તેમને કિંમતો ઘટાડવા માટે કહી શકીએ નહીં. તેમના આયાત કરતા દેશોને પોષણક્ષમ ભાવે ઇંધણ પૂરું પાડવાની જવાબદારી તેમની છે. પુરીએ સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને રશિયાના પેટ્રોલિયમ મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

ઓપેક પ્લસ એ 23 દેશોનું સંગઠન છે તેલ ઉત્પાદનમાં વધારા ઉપર મોટો આધાર છે. જો કે ઉત્પાદનની વધઘટની સીધી અસર વેપારી ગતિવિધિઓ પર પડે છે. મોટાભાગના દેશોના તેલ પ્રધાનો માને છે કે ઓપેક-પ્લસ દેશો અત્યારે ઉત્પાદનમાં તેજીના મૂડમાં નથી. ઓપેક પ્લસ સાઉદી અરેબિયા અને રશિયાના નેતૃત્વમાં 23 દેશોનો સમૂહ છે.

સરકારે દિવાળમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો તેલની આસમાની કિંમતો વચ્ચે દિવાળીની પૂર્વ સંધ્યાએ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી દેવામાં આવી જે બાદ રાજ્ય સરકારોએ પણ ઇંધણ સસ્તું કરવા પહેલ કરી હતી.

આ પણ વાંચો :  ટૂંક સમયમાં વેચાવા જઈ રહી છે 6 સરકારી કંપનીઓ, જાણો કઈ કઈ કંપનીઓ છે કતારમાં?

આ પણ વાંચો :  આગામી વર્ષે 40 ટકા જેટલું મોંઘુ થઈ શકે છે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, જાણો શું છે કારણ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati