આગામી વર્ષે 40 ટકા જેટલું મોંઘુ થઈ શકે છે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, જાણો શું છે કારણ
કોરોના સમયગાળા દરમિયાન વીમાના દાવાઓમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં વીમા કંપનીઓ માટે પ્રીમિયમ વધારવું એક મજબૂરી પણ છે. જો પ્રીમિયમ વધશે તો નવી પોલિસી ખરીદવાની ગતિ ધીમી પડી શકે છે.
આગામી વર્ષથી વીમો ખરીદવો મોંઘો થઈ જશે. જીવન વીમા પોલિસી માટે (life insurance policy) તમારે આવતા વર્ષથી 20-40 ટકા વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. જો વીમા કંપનીઓ (insurance companies) પ્રીમિયમ ચાર્જ વધારશે તો તેનાથી તેમના નફામાં વધારો થશે, પરંતુ તેનાથી પોલિસીની માંગમાં ઘટાડો જોવા મળી શકે છે. કોરોના પછી વીમા પ્રત્યે લોકોની જાગૃતિ ઘણી વધી છે. લોકો પોતાના અને પરિવાર માટે વીમો ખરીદવા પર ભાર આપી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રીમિયમમાં વધારાને કારણે આ સેન્ટિમેન્ટને આંચકો લાગી શકે છે.
એક વીમા રીપોર્ટ અનુસાર કોરોના સમયગાળા દરમિયાન વીમાના દાવાઓમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં વીમા કંપનીઓ માટે પ્રીમિયમ વધારવું એક મજબૂરી પણ છે. જો પ્રીમિયમ વધશે તો નવી પોલિસી ખરીદવાની ગતિ ધીમી પડી શકે છે. રિપોર્ટ અનુસાર ઘણી વીમા કંપનીઓએ પ્રીમિયમ વધારવા માટે IRDAIને અરજી પણ સબમિટ કરી છે.
કેટલીક વીમા કંપનીઓ વૈશ્વિક રિઈન્શ્યોરર્સ સાથે વાતચીત કરી રહી છે. તેમનુ કહેવું છે કે તેઓ કહે છે કે જો વૈશ્વિક પુનઃવીમા કંપની તેના ચાર્જમાં વધારો નહીં કરે તો ગ્રાહકોને વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. પ્રીમિયમમાં વધારાની અસર ઓનલાઈન અને ઓફલાઈન બંને પોલિસી પર પડશે.
છ મહિનાથી પ્રીમિયમ વધારવાનો વિચાર કરી રહી છે
વીમા પ્રીમિયમ વધારવાની ચર્ચા છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. હવે તેને વધુ ખેંચી શકાય એમ નથી. કોરોના મહામારીને કારણે વીમા દાવાઓમાં મોટો ઉછાળો આવ્યો છે. આ જ કારણ છે કે વૈશ્વિક રિઈન્શ્યોરર કંપનીઓ હવે વધુ ચાર્જ વસૂલી રહી છે. આવી સ્થિતિમાં વીમા કંપનીઓ પાસે પ્રીમિયમ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
નાની વીમા કંપનીઓ પર વધુ અસર
નાની વીમા કંપનીઓ પાસે રિઈન્શ્યોરર સાથે સોદાબાજી કરવાની સુગમતા ધરાવતી નથી. આવી સ્થિતિમાં તેમણે IRDAI સમક્ષ પ્રીમિયમ વધારવા માટે અરજી કરી છે. તે જ સમયે મોટી વીમા કંપનીઓ હજી પણ વાતચીત દ્વારા આ સમસ્યાને ટાળવાનો પ્રયાસ કરી રહી છે. એલઆઈસીના ચેરમેન એમઆર કુમારે તાજેતરમાં જણાવ્યું હતું કે જીવન વીમા નિગમ પુનઃવીમા કંપનીઓ સાથે સતત વાટાઘાટો કરી રહ્યું છે.
રિટેલ પ્રીમિયમમાં 60% સુધીનો વધારો શક્ય
માર્શ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ બ્રોકર્સના સીઈઓ સંજય કેડિયા કહે છે કે કોર્પોરેટ લાઈફ ઈન્સ્યોરન્સ માટેના પ્રિમીયમમાં પહેલેથી જ વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેટ હાલમાં વધારાના પ્રીમિયમનો બોજ ઉઠાવી રહ્યા છે. ગ્રુપ કોર્પોરેટ પોલિસી માટે પ્રીમિયમ રેટ 300-1000 ટકા વધ્યો છે. તેમનું કહેવું છે કે આવનારા સમયમાં રિટેલ પ્રીમિયમ 40-60 ટકા વધી શકે છે, જ્યારે કોર્પોરેટ પ્રીમિયમ 50-100 ટકા વધી શકે છે.
આ પણ વાંચો : EPFO: લઘુત્તમ પેન્શન અને વ્યાજ દર અંગે આજે નિર્ણય, ત્રણ હજાર રૂપિયા સુધીનું થઈ શકે છે લધુત્તમ પેન્શન