ટૂંક સમયમાં વેચાવા જઈ રહી છે 6 સરકારી કંપનીઓ, જાણો કઈ કઈ કંપનીઓ છે કતારમાં?

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક પ્રોપર્ટી મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ તાજેતરમાં આ માહિતી આપી હતી. દેશની સૌથી મોટી વીમા કંપની LICનો લાંબા સમયથી રાહ જોવાતો IPO આવાનો ઇંતેજાર સમાપ્ત થવાનો છે.

ટૂંક સમયમાં વેચાવા જઈ રહી છે 6 સરકારી કંપનીઓ, જાણો કઈ કઈ કંપનીઓ છે કતારમાં?
Disinvestment
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 7:24 AM

મોદી સરકાર આ નાણાકીય વર્ષમાં વધુ 6 સરકારી કંપનીઓને વેચવાની યોજના ધરાવે છે. BPCL ઉપરાંત BEML, શિપિંગ કોર્પ(Shipping Corp), પવન હંસ(Pawan Hans), સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક(Central Electronic) અને નીલાંચલ ઇસ્પાત(Neelanchal Ispat)નો સમાવેશ થાય છે.

BPCLના ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત,BEML, Shipping Corp, Pawan Hans, Central Electronic અને Neelanchal Ispat માટે ફાયનાન્શીયલ બિડિંગ ડિસેમ્બર-જાન્યુઆરીમાં થઈ શકે છે. આ નાણાંકીય વર્ષમાં ખાનગીકરણની પ્રક્રિયા પણ પૂર્ણ થવાની શક્યતા છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક પ્રોપર્ટી મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ તાજેતરમાં આ માહિતી આપી હતી. દેશની સૌથી મોટી વીમા કંપની LICનો લાંબા સમયથી રાહ જોવાતો IPO આવાનો ઇંતેજાર સમાપ્ત થવાનો છે. કંપનીનો IPO (LIC IPO) ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે બજારમાં આવી શકે છે. સરકાર LICમાં 10 ટકા સુધીનો હિસ્સો વેચવા જઈ રહી છે. તેનાથી 10 લાખ કરોડ રૂપિયા મળવાની આશા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગયા વર્ષે બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે તેઓ LICમાં તેમનો હિસ્સો વેચશે પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે પ્રક્રિયાને અસર થઈ હતી. જો સરકાર LICમાં 5 ટકા હિસ્સો વેચશે તો તે દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. 10 ટકા હિસ્સો વેચ્યા પછી તે વિશ્વની કોઈપણ વીમા કંપનીનો બીજો સૌથી મોટો IPO હશે.

સરકાર BPCLનો 52.98% હિસ્સો પણ વેચી રહી છે. આ માટે ત્રણ કંપનીઓએ સરકારને રસ દાખવ્યો છે. આમાં વેદાંતે 59 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી છે. આ ઉપરાંત એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ અને આઈ સ્ક્વેર્ડ કેપિટલ પણ તેમાં રસ દાખવ્યો છે. પરંતુ તેમને તેના માટે વૈશ્વિક ભાગીદાર શોધવામાં મુશ્કેલી પડી રહી છે. સરકારે તાજેતરમાં એર ઈન્ડિયાને ટાટા ગ્રુપને વેચવાનો નિર્ણય લીધો હતો.

સરકારને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડમાં તેનો બાકીનો હિસ્સો વેચવા માટે લીલી ઝંડી મળી ગઈ છે. કેન્દ્રએ સૌપ્રથમ 1991-92માં હિન્દુસ્તાન ઝિંકનો 24.08 ટકા હિસ્સો વેચ્યો હતો. એપ્રિલ 2002માં વાજપેયી સરકારે કંપનીનો 26 ટકા હિસ્સો સ્ટ લાઇટને રૂ. 445 કરોડમાં વેચ્યો હતો. કંપનીએ હિન્દુસ્તાન ઝિંકમાં તેનો હિસ્સો વધારીને 64.92 ટકા કર્યો. 2012માં કેન્દ્ર સરકારે કંપનીમાં તેનો 29.54 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ 2002ના સોદામાં નાણાકીય અનિયમિતતાઓને કારણે સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં હેલિકોપ્ટર કંપની પવન હંસને વેચવાની પ્રક્રિયા ફરી શરૂ કરી હતી. સરકાર 51 ટકા અને ઓએનજીસી 49 ટકા હિસ્સો ધરાવે છે. સરકારે અગાઉ પણ ઘણી વખત તેને વેચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષમાં રૂ 1.75 લાખ કરોડનું વિનિવેશ લક્ષ્ય નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં સરકારે PSUમાં લઘુમતી હિસ્સો અને એક્સિસ બેન્કમાં SUUTIનો હિસ્સો વેચીને રૂ. 9,330 કરોડ ઊભા કર્યા છે.

આ પણ વાંચો : આગામી વર્ષે 40 ટકા જેટલું મોંઘુ થઈ શકે છે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, જાણો શું છે કારણ

આ પણ વાંચો : EPFOની મોટી જાહેરાત, હવે નોકરી બદલવા પર PF એકાઉન્ટ નહીં કરાવવું પડે ટ્રાન્સફર, સેન્ટ્રલાઈઝ સિસ્ટમથી થઈ જશે કામ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">