AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુરુષોની તુલનામાં મહિલાઓનો ક્રેડિટ સ્કોર કેમ છે વધુ સારો, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

રિપોર્ટ દર્શાવે છે કે મહિલાઓ આર્થિક બાબતોમાં પુરૂષો કરતાં વધુ ગંભીર હોય છે. આ વર્ષે 72 ટકા મહિલાઓનો ક્રેડિટ સ્કોર 700 કે તેથી વધુ હતો. બીજી તરફ આવો ક્રેડિટ સ્કોર ધરાવતા પુરુષોની સંખ્યા 66 ટકા છે.

પુરુષોની તુલનામાં મહિલાઓનો ક્રેડિટ સ્કોર કેમ છે વધુ સારો, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Know about credit score
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 10:55 PM
Share

સામાન્ય રીતે, મહિલાઓ નાણાકીય બાબતોને લગતા મોટા નિર્ણયો (financial matters) તેમના પરિવારના પુરુષો પર છોડી દે છે. પરંતુ વધતી જતી મોંઘવારી (inflation) અને કોરોના મહામારી (Corona epidemic) વચ્ચે દેશમાં નાણાકીય વ્યવહારને લઈને મોટો બદલાવ આવ્યો છે. નાણાકીય લેવડદેવડની બાબતમાં મહિલાઓ હવે પુરૂષો કરતાં વધુ સ્માર્ટ સાબિત થઈ રહી છે. બેંક બજારના તાજેતરના અહેવાલ મુજબ, આ વર્ષે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી મહિલાઓની સંખ્યામાં રેકોર્ડ 50 ટકાનો વધારો થયો છે.

આ રીતે દેશના કુલ ક્રેડિટ કાર્ડ યુઝર્સમાં મહિલાઓની સંખ્યા વધીને 12 ટકા થઈ ગઈ છે. વર્ષ 2020માં આ આંકડો 8.41 ટકાના સ્તરે હતો. રસપ્રદ હકીકત એ છે કે તુલનાત્મક રીતે કિશોરવયની છોકરીઓ ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે બેંકમાંથી લોન લેવા માટે ઘણી વખત ક્રેડિટ સ્કોર અને CIBIL નો ઉલ્લેખ કરવામાં આવે છે. લોકો આ બે વચ્ચે તફાવત કરી શકતા નથી. જ્યારે આ બંને વચ્ચે તફાવત છે. ક્રેડિટ સ્કોર એ લોનની ચુકવણી કરવા માટે વ્યક્તિની ધિરાણપાત્રતાને માપવા માટે એક મહત્વપૂર્ણ માપ છે. તે જ સમયે, TransUnion CIBIL એ ભારતની ચાર મુખ્ય ક્રેડિટ રેટિંગ એજન્સીઓમાંની એક છે. અન્ય બ્યુરોમાં એક્સપીરીયન, સીઆરઆઈએફ હાઈ માર્ક અને ઈક્વિફેક્સનો સમાવેશ થાય છે. ચાલો આપણે અહીં ક્રેડિટ સ્કોર અને CIBIL વચ્ચેનો તફાવત જોઈએ.

આ બાબતમાં સ્માર્ટ બની રહી છે મહિલાઓ

રિપોર્ટ દર્શાવે છે કે મહિલાઓ આર્થિક બાબતોમાં પુરૂષો કરતાં વધુ ગંભીર હોય છે. આ વર્ષે 72 ટકા મહિલાઓનો ક્રેડિટ સ્કોર 700 કે તેથી વધુ હતો. બીજી તરફ આવો ક્રેડિટ સ્કોર ધરાવતા પુરુષોની સંખ્યા 66 ટકા છે.

નાણાકીય વ્યવહારોની સારી સમજણના પરિણામે 40 ટકા મહિલાઓનો ક્રેડિટ સ્કોર 800થી ઉપર છે. જો આપણે પુરુષો વિશે વાત કરીએ, તો ફક્ત 35.6% લોકોનો સ્કોર 800 થી ઉપર રહ્યો.

કોરોના મહામારી દરમિયાન હોમ લોનના મામલામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વર્ષ 2021 ના પહેલા ક્વાર્ટરમાં હોમ લોનનું સરેરાશ કદ વધીને 28.43 લાખ રૂપિયા થઈ ગયું જે 2020ના ચોથા ક્વાર્ટરમાં 27.7 લાખ રૂપિયા હતું.

જો કે આ પછી કોવિડ મહામારીની બીજી લહેર દરમિયાન આ કેસમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ વર્ષના ત્રીજા ક્વાર્ટરથી તેમાં સુધારો થવા લાગ્યો હતો.

કોરોનાની દહેશત ઓછી થવાથી દેશમાં 1.5 કરોડથી પણ વધુ રકમની હોમલોનની માંગ સામે આવી રહી છે. આ અહેવાલમાંથી એવા સંકેતો મળી રહ્યા છે કે આ આપત્તિ દરમિયાન દેશની અડધી વસ્તી નાણાકીય સાક્ષરતાના મોરચે ઝડપથી આગળ વધી રહી છે.

આ પણ વાંચો :  નવા વાહનો માટે રિલીઝ થઈ ભારત સિરીઝ, કોને મળશે નવી સીરીઝનો લાભ

g clip-path="url(#clip0_868_265)">