ભારતના આ માર્કેટ પર ચીનનો કબજો, હવે સરકારે બનાવ્યો નવો પ્લાન

ભારતના આ માર્કેટ પર ચીનનો કબજો, હવે સરકારે બનાવ્યો નવો પ્લાન
How much has India's smartphone market grown?

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચીનની કંપનીઓનું વર્ચસ્વ છે. ચાઈનીઝ બ્રાન્ડ્સનો માર્કેટ શેર 99 ટકા સુધી પહોંચી ગયો છે. નુકસાન બાદ ચીનની કંપનીઓ ભારતીય બજાર પર કબજો જમાવી રહી છે. પણ શા માટે? જાણો આ અહેવાલમાં.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jan 18, 2022 | 11:24 PM

ચાઈનીઝ બ્રાન્ડ્સે ભારતીય સ્માર્ટફોન માર્કેટ પર કબજો જમાવ્યો છે. ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ્સનો માર્કેટ શેર (Smartphone Brands) હવે વધીને 99 ટકા થઈ ગયો છે. ચીનની આ કંપનીઓ ખોટ સહન કરીને પણ ભારતીય બજાર પર કબજો જમાવી રહી છે. ચીને 1.75 લાખ કરોડ રૂપિયાના ભારતીય સ્માર્ટફોન માર્કેટ પર કબજો જમાવ્યો છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વોલ્યુમ પ્રમાણે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચાઈનીઝ બ્રાન્ડ્સનો માર્કેટ શેર 99 ટકા થઈ ગયો છે. IDC અનુસાર, ભારતમાં દર વર્ષે લગભગ 150 મિલિયન સ્માર્ટફોન વેચાય છે. હવે તમે એમ પણ કહી શકો છો કે ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ચીનનો એકાધિકાર છે.

2015માં દેશના સ્માર્ટફોન માર્કેટમાં ચાઈનીઝ બ્રાન્ડ્સનો બજાર હિસ્સો 32 ટકા હતો. 2016માં તે વધીને 47 ટકા, 2017માં 79 ટકા, 2018માં 88 ટકા, 2019માં 97 ટકા અને 2020માં 99 ટકા થયો હતો. મતલબ કે ભારતીય બ્રાન્ડ્સનો માર્કેટ શેર ઘટીને 1 ટકા થઈ ગયો છે. આ આંકડા માર્કેટ રિસર્ચ ફર્મ ટેકઆર્ક દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. સેમસંગ જેવી અન્ય વિદેશી બ્રાન્ડને આ વિશ્લેષણમાંથી બાકાત રાખવામાં આવી છે.

હવે મૂલ્ય દ્વારા બજાર હિસ્સાની વાત કરીએ તો, વર્ષ 2015માં ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચીની બ્રાન્ડ્સનો બજારહિસ્સો 17.8 ટકા હતો. તે હવે 2021માં વધીને 64.5 ટકા થઈ ગયો છે અને ભારતીય બ્રાન્ડનો બજાર હિસ્સો ઘટીને 1.2 ટકા પર આવી ગયો છે. મૂલ્યની દ્રષ્ટિએ ભારતીય બ્રાન્ડનો હિસ્સો 2015માં 25.4 ટકા હતો. 10 થી 30 હજાર રૂપિયાની કેટેગરીમાં માત્ર ચાઈનીઝ બ્રાન્ડ્સનો જ સંપૂર્ણ કબજો છે. ભારતમાં મોટાભાગના ફોન આ કેટેગરીમાં વેચાય છે.

ભારતીય મોબાઈલ ટ્રેડર્સનું કહેવું છે કે કિંમતોમાં ભારે ડિસ્કાઉન્ટને કારણે ચીનની કંપનીઓ ભારતમાં પગ જમાવી શકી હતી. જોકે, આના કારણે ચીનની કંપનીઓને ભારતમાં પણ મોટું નુકસાન થયું છે. ઉદાહરણ તરીકે, વીવો (Vivo) ને FY20 માં ભારતમાં 349 કરોડ રૂપિયા અને ઓપ્પો (Oppo) માટે 2,203 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

જો કે, ભારત સરકાર હવે PLI એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ દ્વારા ભારતીય બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપી રહી છે. Lava, Micromax, Optimus, Dixon અને UTL જેવી ભારતીય કંપનીઓ PLI સ્કીમમાં ભાગ લઈ રહી છે.

આ પણ વાંચો :  નવા માલિકે અત્યાર સુધી શા માટે Jet Airways માં નથી લગાવ્યો એક પણ રૂપિયો, ક્યારે શરૂ થશે ફ્લાઈટ્સ, ફટાફટ જાણો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati