નવા માલિકે અત્યાર સુધી શા માટે Jet Airways માં નથી લગાવ્યો એક પણ રૂપિયો, ક્યારે શરૂ થશે ફ્લાઈટ્સ, ફટાફટ જાણો

જેટ એરવેઝના પુનરુત્થાન અંગેની સ્થિતિ સ્પષ્ટ નથી. નવા માલિકે હજુ સુધી એક પણ રૂપિયાનું રોકાણ કર્યું નથી. જેટ એરવેઝનો રિવાઇવલ પ્લાન ક્યાં અટક્યો છે, જાણવા માટે વાંચો સંપૂર્ણ અહેવાલ...

નવા માલિકે અત્યાર સુધી શા માટે Jet Airways માં નથી લગાવ્યો એક પણ રૂપિયો, ક્યારે શરૂ થશે ફ્લાઈટ્સ, ફટાફટ જાણો
Jet Airways was closed due to lack of cash (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 7:23 PM

જેટ એરવેઝના પુનરુત્થાન અંગેની સ્થિતિ સ્પષ્ટ નથી. નવા પ્રમોટર્સે અત્યાર સુધી એક પણ રૂપિયાનું રોકાણ કર્યું નથી. ચાલો તમને જણાવીએ કે જેટ એરવેઝની (Jet Airways) રિવાઇવલ પ્લાન ક્યાં અટકી ગયો છે. જેટ એરવેઝની ફ્લાઈટ્સ ફરી શરૂ થવાની આશાનો પડછાયો સ્પષ્ટ નથી. એપ્રિલ 2019માં નરેશ ગોયલે રોકડની તંગીને (Cash Crunch) કારણે જેટ એરવેઝ બંધ કરવી પડી હતી. આ પછી જૂન 2021માં એક સારા સમાચાર આવ્યા જે કંપનીના રિઝોલ્યુશન પ્લાન વિશે હતા. યુએઈ સ્થિત રોકાણકાર મુરારી લાલ જાલાન અને યુકેની કેલરૉક કેપિટલના કન્સોર્ટિયમની બિડને NCLT એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

હવે આખો મામલો જાણીએ

જેટ એરવેઝ માટે ખરાબ સમાચાર એક પછી એક સતત  આવી રહ્યાં છે. પ્રક્રિયાગત વિલંબ જેટની પુનરુત્થાન યોજનાને પૂર્ણ કરવામાં સૌથી મોટી અડચણ સાબિત થયો છે. કંપનીની સ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે AOP એટલે કે એર ઓપરેટર પરમિટ હજુ સુધી પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. વ્યાપારી કામગીરી શરૂ કરવા માટે આ પરવાનગી જરૂરી છે. આ ઉપરાંત, પુનરુત્થાન યોજનાનું નેતૃત્વ કરી રહેલા કેટલાક મુખ્ય અધિકારીઓના રાજીનામાને કારણે પણ કંપનીના પડકારો વધી ગયા છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

કેપિટલવિઆના રિસર્ચ હેડ ગૌરવ ગર્ગના જણાવ્યા અનુસાર, રિવાઈવલ પ્લાનની મંજૂરીના છ મહિના પછી પણ કંપની સાથે AOP ના હોવાને કારણે રિવાઈવલમાં વિલંબ થઈ શકે છે. તેનાથી વિપરીત, રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એર પાસે NOC અને ફ્લીટ પ્લાન છે. જેટ પહેલા તેને લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

જેટના નવા પ્રમોટર્સે ડિસેમ્બરમાં  600 કરોડ રૂપિયાના મૂડી રોકાણ અને 2022ના પ્રથમ ક્વાર્ટરમાં બિઝનેસ શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ રોકાણ આવ્યું નથી.

22 જૂને પસાર કરાયેલ પુનરુત્થાન યોજના મુજબ, મૂડી રોકાણ માટેની 270-દિવસની સમયમર્યાદા 19 માર્ચની આસપાસ સમાપ્ત થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે નવા પ્રમોટરો જેટને માર્ચ પહેલા ટેકઓફ કરાવે છે કે પછી આકાસાને તેની પાંખો પહેલા મળશે.

આ પણ વાંચો :  MSRTC Strike : મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની હડતાળ ગેરકાયદેસર, લેબર કોર્ટના નિર્ણયથી 65 હજાર કર્મચારીઓને આંચકો

g clip-path="url(#clip0_868_265)">