Exchange Traded Fund શું છે, કઈ રીતે કામ કરે છે ETF? જાણો
Exchange Traded Fund એટલે કે ETF નિષ્ક્રિય રોકાણ છે. ETF ખરીદવાનો યોગ્ય સમય શું છે? ETFમાં કયા સમયે રોકાણ કરવું, બજાર ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે? 5-10 વર્ષ કે પછી 2-3 વર્ષ કેટલા વર્ષ માટે રોકાણ કરવું ફાયદાકારક છે?
ઇક્વિટી સંબંધિત રોકાણોમાં, નિષ્ણાતો રોકાણકારો સમય પર વિશેષ ભાર મૂકે છે. જો તમે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે,ETFમાં રોકાણ કરવા માંગો છો તો આ રોકાણ ક્યારે કરવું જોઈએ ? જેને ખરીદવાનો અને વહેચવાનો કોઈ વિશેષ સમય હોતો નથી.
ETFમાં રોકાણ કરવાનો યોગ્ય સમય શું છે ?
તમે જેટલો લાંબા સમય સુધી રોકાણ કરશો. તમને રોકાણ સાથે જોડાયેલું જોખમ એટલું જ ઓછું થઈ શકે છે. જો તમે 5-10 વર્ષ જેવા લાંબા સમય માટે રોકાણ કરી રહ્યા છો. તો તમને જોખમ ઓછું રહેશે. જો તમે 2 થી 3 વર્ષ માટે રોકાણ કરવા માંગો છો. તો સમજી વિચારીને પગલું ભરશો. આ રોકાણ માટે એક વિશેષ સેક્ટર આધારિત ETF પસંદ કરી શકો છો. હાલના સમયમાં પ્રદુષણની વધતી સમસ્યા જોઈને સરકાર ઈલેક્ટ્રિક વ્હીકલ (EV)ને પ્રોત્સાહિત કરી રહ્યું છે. ત્યારે તમે EV આધારિત ETFમાં રોકાણ કરવું બેસ્ટ ઓપ્સન સાબિત થઈ શકે છે.
ત્યારબાદ જોમાર્કેટમાં ઘટાડો થાય તો રોકાણ વધારી શકાય છે. જેનાથી તમને રોકાણની એવરેજિંગ એટલે કે, સરેરાશમાં સુધારો કરશે. જો એવું લાગી રહ્યું છે કે, માર્કે ટોચ પર છે તો પછી રોકાણમાંથી બહાર નીકળી શકો છો. ETF ક્યારે ખરીદવું અને વેચવું, રોકાણ કરવા સલાહકારની સલાહ લેવી વધુ સારી રહેશે.