23 દિવસની લગ્ન સિઝનમાં 35 લાખથી વધારે લગ્ન, દર સેકન્ડે ખર્ચ થશે 20 લાખથી વધુ રૂપિયા
જો તેને ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો આ આંકડો સવા ચાર લાખ કરોડ રૂપિયાનો છે. આ સિઝનમાં લોકો લગ્નના શોપિંગમાં દરેક સેકન્ડ આશરે 21 લાખ રૂપિયા ખર્ચ કરે છે. નવેમ્બર મહિનાનો અંત અને ડિસેમ્બરના 15 દિવસ સુધી દેશમાં 35 લાખથી વધારે લગ્ન થશે.
દિવાળી સિઝન હવે પૂર્ણ થઈ છે, ત્યારે લગ્ન સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. લગ્ન પહેલા લોકો કપડાથી લઈને સોનાના ઘરેણા સુધીની ખરીદી કરે છે. આ ખરીદી માત્ર વરરાજા અને કન્યા માટે જ નથી હોતી. આ લગ્નમાં સામેલ થતાં લોકો પણ શોપિંગ કરે છે. આ જ કારણ છે કે દેશમાં લગ્નની સિઝન અરબો ડોલરનો બિઝનેસ સાથે લઈને આવે છે.
4.25 લાખ કરોડનો બિઝનેસ
રિટલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી કુમાર રાજગોપાલનને અપેક્ષા છે કે નવેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી સોનાના ઘરેણા, કપડા, બૂટ અને ડિઝાઈનર કપડા જેવા લગ્ન સાથે જોડાયેલા બિઝનેસ સેલ્સમાં 8 ટકાથી 11 ટકાનો વધારો થશે. આ વર્ષે મોંઘાવારી હોવા છતાં સિઝનના પ્રથમ સપ્તાહમાં સારો બિઝનેસ થવાની અપેક્ષા છે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનું અનુમાન છે કે 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન કુલ વેચાણ લગભગ 4.25 ટ્રિલિયન રૂપિયા (51 બિલિયન ડોલર) હશે. તેનો મતલબ છે કે આ દરમિયાન દરેક સેકન્ડમાં લગ્નની ખરીદીમાં 21.37 લાખ રૂપિયા ખર્ચ થશે. આ સમયમમાં સોનું પહેરવું અને ભેટ આપવી શુભ માનવામાં આવે છે અને પરિવાર પોતાના લગ્નના બજેટનો એક મોટો હિસ્સો સોનાના ઘરેણા પાછળ ખર્ચ કરે છે.
ભારતમાં સોનાની ડિમાન્ડ સૌથી વધુ
દેશમાં વાર્ષિક સોનાની ડિમાન્ડ લગભગ 800 ટન છે. જેમાંથી મોટાભાગનું સોનુ લગ્ન માટે ખરીદવામાં આવે છે. ભારત દુનિયાનો બીજો સૌથી મોટો ગોલ્ડ કન્ઝ્યુમર દેશ છે. ટાઈટન કંપનીના તનિષ્ક, સેનકો ગોલ્ડ લિમિટેડ, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી લિમિટેડ અને કલ્યાણ જવેલર્સ ઈન્ડિયા લિમિટેડને આ દરમિયાન સૌથી મોટો ફાયદો થવાનું અનુમાન છે.
મેટલ્સ ફોક્સ લિમિટેડના પ્રમુખ સલાહકાર ચિરાગ શેઠે વાત કરતા કહ્યું કે ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન વેચાણ ગયા વર્ષની તુલનામાં સારૂ થશે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે કિંમતોમાં વધારો થવાની લગ્નના ઘરેણાઓની માગ પણ વધારે અસર નહીં પડે. તેમને કહ્યું કે લગ્નના ઘરેણા માટે ભારતીયો વર્ષો સુધી બચત કરે છે. જો કિંમત વધે છે તો તે 2 ટકા કે 3 ટકા પણ વધશે, જેમાં વધારે અસર થશે નહીં.
આ પણ વાંચો: 24 કલાકમાં 1300 રૂપિયા સસ્તુ થયું સોનું, જાણો કેટલો થયો ભાવ