AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vodafoneના સીઈઓ Nick Read છોડશે કંપની, જાણો કેમ લીધો આ મોટો નિર્ણય

Vodafone Group સીઈઓ Nick Read પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેઓ આ વર્ષના અંતમાં પોતાનું પદ છોડી દેશે. તેમના સ્થાને મુખ્ય નાણા અધિકારી માર્ગેરિટા ડેલા વાલેને વચગાળાના મુખ્ય કાર્યકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Vodafoneના સીઈઓ Nick Read છોડશે કંપની, જાણો કેમ લીધો આ મોટો નિર્ણય
Nick Read
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 12:35 PM
Share

Vodafone CEO Step Down: બ્રિટનના વોડાફોન ગ્રુપે સોમવારે જણાવ્યું હતું કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિક રીડ આ વર્ષના અંતમાં પદ છોડશે. ગ્રુપ ફાઈનાન્સ ચીફ માર્ગેરિટા ડેલા વૈલે વચગાળાના ધોરણે તેમનું સ્થાન લેશે. તેના ચાર વર્ષના કાર્યકાળમાં રીડે ન માત્ર મોબાઈલ ગ્રૂપને મહામારીમાંથી ઉગાર્યુ, પરંતુ યૂરોપ અને આફ્રિકામાં પોતાનું ફોકસ વધારવા માટે કંપનીની પ્રોપર્ટી વેચવાનો નિર્ણય કર્યો, આ સિવાય તેમણે ટાવરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અલગ યુનિટમાં રૂપાંતરિત કર્યું. આ ફેરફારો પછી પણ વોડાફોનના શેરમાં સતત ઘટાડો નોંધાયો.

નિક રીડ એ કહ્યું કે “મને મારી કારકિર્દીમાં 20થી વધુ વર્ષો વોડાફોનમાં ગાળવાનો વિશેષાધિકાર મળ્યો અને અમે સમગ્ર યુરોપ અને આફ્રિકામાં ગ્રાહકો અને સમુદાયો માટે જે કર્યું છે તેના પર મને ગર્વ છે,” નિક રીડે કહ્યું એક નિવેદનમાં વોડાફોન ગ્રૂપના ચેરમેન જીન-ફ્રાંકોઈસ વાન બોક્સમીરે જણાવ્યું હતું કે “બોર્ડ વતી, હું નિકનો બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેની પ્રતિબદ્ધતા અને મહત્વપૂર્ણ યોગદાન માટે અને તેની સાથે બે દાયકાથી વધુની કારકિર્દી માટે આભાર માનું છું.”

નવા નેતા માટે યોગ્ય સમય

નિક રીડ 31 માર્ચ 2023 સુધી બોર્ડમાં સલાહકાર તરીકે હાજર રહેશે. નિક રીડે કહ્યું કે “હું બોર્ડ સાથે સંમત છું કે હવે નવા નેતાને જવાબદારી સોંપવાનો આ યોગ્ય સમય છે જે વોડાફોનની શક્તિઓ પર નિર્માણ કરી શકે અને તાત્કાલિક તકોનો લાભ ઉઠાવી” વોડાફોને માર્ગેરિટા ડેલા વાલેને વચગાળાના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કર્યા છે.

માર્ગેરિટા પાસે કંપનીને વધારે અપેક્ષા

વોડાફોને કહ્યું કે માર્ગેરિટા ડેલા વૈલેએ કંપનીની કામગીરી સુધારવા માટે કંપનીની વ્યૂહરચનાનાં અમલીકરણને વેગ આપવાનું છે. આ ઉપરાંત, તે શેરધારકોને વધુ સારી કિંમત આપવાનું પણ સારું કામ કરશે. વોડાફોન ગ્રૂપે જણાવ્યું હતું કે માર્ગેરિટા વચગાળાના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ તેમજ ગ્રૂપ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે સેવા આપશે.

2001માં વોડાફોનમાં જોડાયા

વોડાફોને વધુમાં જણાવ્યું હતું કે બોર્ડે નવા ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવને શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે. નિક રીડ 2001માં વોડાફોન ગ્રુપમાં જોડાયા હતા. 2018માં CEO બનતા પહેલા તેમણે સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક એક્ઝિક્યુટિવ પદ પર કામ કર્યું છે. વોડાફોનમાં જોડાતા પહેલા, તેમણે યુનાઈટેડ બિઝનેસ મીડિયા પીએલસી અને ફેડરલ એક્સપ્રેસ વર્લ્ડવાઈડમાં ગ્લોબલ ફાયનાન્સ પદ સંભાળ્યું હતું.

Follow Us
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
g clip-path="url(#clip0_868_265)">