કેમ્પબેલ વિલ્સન એર ઈન્ડિયાની કમાન સંભાળશે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કરાયા નિમણુક

કેમ્પબેલ વિલ્સન  એર ઈન્ડિયાની કમાન સંભાળશે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કરાયા નિમણુક
Air India

50 વર્ષીય કેમ્પબેલ વિલ્સન એર ઈન્ડિયાની (Air India) કમાન સંભાળશે. ટાટા સન્સના જણાવ્યા અનુસાર, વિલ્સનને ઉડ્ડયન ઉદ્યોગમાં 26 વર્ષનો અનુભવ છે.

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

May 12, 2022 | 7:50 PM

ટાટા સન્સે એર ઈન્ડિયાના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કેમ્પબેલ વિલ્સનની નિમણૂક કરી છે. હવે 50 વર્ષીય કેમ્પબેલ વિલ્સન એર ઈન્ડિયાની કમાન સંભાળશે. ટાટા સન્સના જણાવ્યા અનુસાર, વિલ્સનને ઉડ્ડયન ઉદ્યોગમાં 26 વર્ષનો અનુભવ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટાટા સન્સે એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી તરીકે તુર્કી એરલાઈનના પૂર્વ ચેરમેન ઈલ્કર અયસી (Ilker Ayci)ની નિમણૂકની જાહેરાત કરી હતી. જોકે, વિવાદ બાદ તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. ટાટા જૂથે આ વર્ષે જાન્યુઆરીમાં સરકાર પાસેથી એર ઈન્ડિયાનું નિયંત્રણ લઈ લીધું હતું.

26 વર્ષનો અનુભવ

કેમ્પબેલ વિલ્સન પાસે ઉડ્ડયન ઉદ્યોગમાં 26 વર્ષનો અનુભવ છે. તેણે 1996માં ન્યુઝીલેન્ડમાં સિંગાપોર એરલાઈન્સમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી વિલ્સને કેનેડા, હોંગકોંગ અને જાપાનમાં SIAમાં કામ કર્યું. સિંગાપોર પાછા ફર્યા પછી, અહીં તેઓ સ્કૂટના સ્થાપક સીઈઓ બન્યા. ત્યારબાદ વિલ્સન સિંગાપોર એરલાઇન્સમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, સેલ્સ અને માર્કેટિંગ તરીકે કામ કર્યું. ત્યારબાદ 2020માં તેઓ Scoot ના સીઈઓ બન્યા.

વર્લ્ડ ક્લાસ એરલાઇન બનાવવામાં મદદ કરો

ટાટા સન્સ અને એર ઈન્ડિયાના ચેરમેન એન ચંદ્રશેખરનએ જણાવ્યું હતું કે, “મને એર ઈન્ડિયામાં કેમ્પબેલનું સ્વાગત કરતાં આનંદ થાય છે. તે ઉદ્યોગના દિગ્ગજ છે જેમણે બહુવિધ પદ પર મોટા વૈશ્વિક બજારોમાં કામ કર્યું છે. તેમના અનુભવથી એર ઈન્ડિયાને એશિયામાં એરલાઈન બ્રાન્ડ બનાવવામાં ફાયદો થશે. હું તેમની સાથે વર્લ્ડ ક્લાસ એરલાઇન બનાવવા માટે આતુર છું.

એર ઈન્ડિયાના ટોચના હોદ્દા પર કરવામાં આવેલા મોટા ફેરફારો

ગયા મહિને એર ઈન્ડિયાએ એરલાઈનના ટોપ મેનેજમેન્ટમાં મોટો ફેરફાર કર્યો હતો. કંપનીએ નિપુણ અગ્રવાલને ચીફ કોમર્શિયલ ઓફિસર અને સુરેશ દત્ત ત્રિપાઠીને ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા. આ સાથે સત્ય રામાસ્વામીને એર ઈન્ડિયામાં ચીફ ડિજિટલ અને ટેક્નોલોજી ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સત્યા અગાઉ ટાટા કન્સલ્ટન્સી સર્વિસમાં કામ કરી ચૂક્યા છે.

આ સિવાય રાજેશ ડોગરાને એરલાઇનમાં ગ્રાહક અનુભવ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર ઈન્ડિયાના જૂના અધિકારી આર.એસ. સંધુ ઓપરેશન હેડ તરીકે યથાવત રહેશે. અન્ય એરલાઇનના અનુભવી વિનોદ હેજમાડી પણ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે ચાલુ રહેશે ગયા વર્ષે 8 ઓક્ટોબરના રોજ, સરકારે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા બાદ એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપનીની પેટાકંપની ટેલ્સ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 18,000 કરોડમાં વેચી દીધી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati