જો તમને શેર માર્કેટમાં રસ હોય તો તમારા માટે માહિતી છે. વારાણસી-મુખ્યમથક ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકનો(Utkarsh Small Finance Bank) નો IPO આવતીકાલે જ શેરબજારમાં આવશે. આ IPOમાં આગામી 14મી જુલાઈ એટલે કે શુક્રવાર સુધી બિડિંગ કરી શકાશે. આ ઈસ્યુની પ્રાઇસ બેન્ડ (Price Band of IPO) 23 થી 25 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. આમાં એન્કર રોકાણકારો આજે એટલે કે 11 જુલાઈએ બિડિંગ કરી રહ્યા છે. આવતીકાલે છૂટક રોકાણકારોનો વારો આવશે.
આ પણ વાંચો : IdeaForge IPO : SEBI એ ડ્રોન કંપની આઇડિયાફોર્જના આઇપીઓને મંજૂરી આપી, જાણો શું છે કંપનીની યોજના?
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક (Utkarsh Small Finance Bank IPO)નો આ IPO 500 કરોડ રૂપિયાનો છે. આ ઈસ્યુ હેઠળ રૂ. 10ની ફેસ વેલ્યુવાળા નવા શેર જ ઈશ્યુ કરવામાં આવશે. માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઈલ કરાયેલ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અનુસાર ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકનો IPO હાલના શેરધારકોને વેચાણ માટેની ઓફર (OFS) નથી. બજારમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ બેંકના ટિયર-1 મૂડી આધારને સુધારવા અને ભાવિ મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. આ વર્ષે 31 માર્ચના રોજ તેની ટિયર-1 મૂડીનો આધાર રૂ. 1,844.82 કરોડ અથવા 18.25 ટકા હતો.
આ બેંકની શરૂઆત વર્ષ 2017માં કરવામાં આવી હતી. આ બેંકના એકમાત્ર પ્રમોટર ઉત્કર્ષ કોરલ ઇન્વેસ્ટ લિમિટેડ છે. તે અગાઉ ઉત્કર્ષ માઇક્રો ફાઇનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું. પ્રમોટર અને તેના નોમિનીએ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સબમિટ કર્યાની તારીખે સામૂહિક રીતે 759,272,222 ઇક્વિટી શેર્સ રાખ્યા હતા, જે જાકરાયેલા પ્રી-ઇશ્યૂના 84.75 ટકા છે. માર્ચ 2023 સુધીમાં, આ બેંકનું સંચાલન 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલું હતું. બેંક કહે છે કે તેના 3.6 મિલિયન ગ્રાહકો છે જે મુખ્યત્વે બિહાર અને ઉત્તર પ્રદેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ફેલાયેલા છે. તે FY2019 માં સૌથી વધુ AUM વૃદ્ધિ સાથે SFBs અને FY22 માં 5,000 કરોડથી વધુની AUM (એસેટ્સ અંડર મેનેજમેન્ટ) સાથે SFB (સ્મોલ ફાઇનાન્સ બેંક)માં બીજા ક્રમે છે.
જો આપણે ગ્રે માર્કેટની વાત કરીએ તો આ સ્મોલ ફાઇનાન્સ બેંકના શેર ત્યાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળે છે. અમે તમને પહેલા જ જણાવી ચુક્યા છીએ કે આ બેંકના IPO માટે 23-25 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ પ્રાઇસ બેન્ડના ઉપલા ભાવ પ્રમાણે, તેના શેર્સ ગ્રે માર્કેટમાં GMP રૂ. 15 પર છે. આ સૂચવે છે કે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના શેર 60 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થશે. જોકે, બજારના નિષ્ણાતોના મતે, રોકાણના નિર્ણયો ગ્રે માર્કેટના સંકેતોને બદલે કંપનીના નાણાકીય અને ફંડામેન્ટલ્સના આધારે લેવા જોઈએ.
આ IPOનો 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે આરક્ષિત છે. તેમાંથી 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે અને 10 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત છે. આમાં રિટેલ રોકાણકારોએ આ મલ્ટિપલમાં ઓછામાં ઓછા 600 અને તેથી વધુ શેર માટે બિડ કરવાની રહેશે. IPOમાં બિડર્સને શેરની ફાળવણી 19 જુલાઈના રોજ ફાઈનલ થઈ શકે છે જ્યારે તેનું લિસ્ટિંગ 24 જુલાઈએ થઈ શકે છે.
નાણાકીય વર્ષ 2019-20માં, તેનો ચોખ્ખો નફો રૂ. 1.87 કરોડ હતો, જે આગામી નાણાકીય વર્ષમાં ઘટીને રૂ. 1.12 કરોડ થઈ ગયો. આ પછી, નાણાકીય વર્ષ 2021-22માં તે વધુ ઘટીને 61.46 લાખ રૂપિયા થઈ ગયો. જો કે, ગયા નાણાકીય વર્ષમાં પરિસ્થિતિમાં સુધારો થયો અને 2022-23માં તે વધારીને 4.04 કરોડ રૂપિયા ચોખ્ખો નફો થયો છે.