IdeaForge IPO : SEBI એ ડ્રોન કંપની આઇડિયાફોર્જના આઇપીઓને મંજૂરી આપી, જાણો શું છે કંપનીની યોજના?

IdeaForge IPO : ફેબ્રુઆરી 2023 માં કંપનીએ IPO લોન્ચ કરવા માટે શેરબજાર નિયમનકાર SEBI પાસે ડ્રાફ્ટ પેપર એટલેકે DRHP ફાઇલ કર્યું હતું. દેવું ચૂકવવા ઉપરાંત IPOમાંથી એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ કાર્યકારી મૂડી માટે કરવામાં આવશે. આઇડિયાફોર્જ એ ફ્લોરિનટ્રી કેપિટલ પાર્ટનર્સ-સમર્થિત કંપની છે

IdeaForge IPO : SEBI એ ડ્રોન કંપની આઇડિયાફોર્જના આઇપીઓને મંજૂરી આપી, જાણો શું છે કંપનીની યોજના?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 7:57 AM

IdeaForge IPO: મુંબઇ સ્થિત ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની આઇડિયાફોર્જને શેરબજાર નિયમનકાર સેબી દ્વારા આઇપીઓ લોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવી છે. IPOમાં રૂ. 300 કરોડના ફ્રેશ શેર ઇસ્યુ કરવામાં આવશે જ્યારે 48.69 શેર કંપનીના હાલના શેરધારકો દ્વારા IPO દ્વારા વેચવામાં આવશે. IdeaForge IPO  લાવવા માટે સેબીની મંજૂરી સાથે બજારમાં લિસ્ટિંગનો રસ્તો સાફ થઈ ગયો છે. Ideaforge BSE અને NSE પર લિસ્ટેડ થનારી પ્રથમ ડ્રોન કંપની હશે.

આ પણ વાંચો : સરેરાશ એક વ્યક્તિનો પગાર કેટલો હોવો જોઈએ? World of Statistics એ 100 થી વધુ દેશોના આંકડા જાહેર કર્યા, જાણો ભારતનું સ્થાન

ફેબ્રુઆરીમાં DRHP ફાઈલ કર્યા હતા

ફેબ્રુઆરી 2023 માં કંપનીએ IPO લોન્ચ કરવા માટે શેરબજાર નિયમનકાર SEBI પાસે ડ્રાફ્ટ પેપર એટલેકે DRHP ફાઇલ કર્યું હતું. દેવું ચૂકવવા ઉપરાંત IPOમાંથી એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ કાર્યકારી મૂડી માટે કરવામાં આવશે. આઇડિયાફોર્જ એ ફ્લોરિનટ્રી કેપિટલ પાર્ટનર્સ-સમર્થિત કંપની છે જેમાં જાણીતી ટેલિકોમ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ કંપની ક્વોલકોમ, સ્થાનિક આઇટી કંપની ઇન્ફોસીસનો સમાવેશ થાય છે. Qualcomm સહિત કેટલાક અન્ય રોકાણકારો IPOમાં તેમનો હિસ્સો વેચશે.

શિયાળામાં ફાટવા લાગી છે ગાલની ત્વચા ? અપનાવો આ ઘરેલુ ઉપાય
Bajra no rotlo : શિયાળામાં બાજરાના રોટલા ખાવાના ફાયદા
શિયાળામાં છોડને લીલાછમ રાખવા માટે અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 20-11-2024
પરફેક્ટ Life Partner અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત, જુઓ Video
સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો

આ પણ વાંચો :  Global Market : ત્રણ દિવસની રજાઓ બાદ આજે શેરબજાર તેજીમાં ખુલશે કે પ્રોફિટ બુકીંગ થશે? વૈશ્વિક બજારના આંકડા શું સંકેત આપી રહયા છે?

Unmanned Aerial Vehicle સેગ્મેન્ટની કંપની

ideaForge એ IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સ્થાપવામાં આવેલી સંરક્ષણ અને હોમલેન્ડ સિક્યુરિટી UAV (Unmanned Aerial Vehicle)સેગમેન્ટમાં દેશની અગ્રણી કંપનીઓમાંની એક છે. કંપની દ્વારા બનાવવામાં આવેલ ડ્રોનનો પ્રોટોટાઈપ આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ્સમાં જોવા મળ્યો હતો. આ UAV ફિલ્મમાં રેન્ચો નામના પાત્ર દ્વારા દર્શાવવામાં આવ્યું હતું અને આ ભૂમિકા આમિર ખાને ભજવી હતી. જ્યારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન DRDO એ આ UAV ઉપર નજર કર્યા બાદ ડ્રોન પ્રોજેક્ટને વેગ મળ્યો હતો.

દ્રોણાચાર્ય એરિયલ ઈનોવેશન પહેલેથી જ BSE SME ઈન્ડેક્સ પર લિસ્ટેડ કંપની છે જે ડ્રોનનું ઉત્પાદન કરે છે. રોકાણકાર શંકર શર્મા કંપનીમાં રોકાણ ધરાવે  છે. ડિસેમ્બર 2022 માં, BSE ના SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થયું હતું. કંપનીએ શેર દીઠ રૂપિયાય 54ના દરે IPO લાવ્યો હતો જેણે રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">