AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: તહેવારો પહેલા વેપારીઓ માટે ખુશખબર, 15 ઓક્ટોબરથી UPI પર નહીં લાગે MDR ચાર્જ

તહેવારોની સિઝન વચ્ચે કેન્દ્ર સરકારે દેશના લાખો નાના-મોટા દુકાનદારો અને વેપારીઓને મોટી રાહત આપી છે. 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ્સ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ કરવાનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

Breaking News: તહેવારો પહેલા વેપારીઓ માટે ખુશખબર, 15 ઓક્ટોબરથી UPI પર નહીં લાગે MDR ચાર્જ
| Updated on: Oct 13, 2026 | 2:19 PM
Share

તહેવારોની સિઝન વચ્ચે ડિજિટલ પેમેન્ટ કરનારા કરોડો ગ્રાહકો અને નાના-મોટા વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુપીઆઈ (UPI) અને સર્વિસીસ સ્ટીયરીંગ કમિટીએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે, પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગુ થનારા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

કમિટીના જણાવ્યા મુજબ, આગામી તહેવારો અને બજારમાં ખરીદીના ભારે દબાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નવી MDR ફ્રેમવર્ક દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, જેની ચોક્કસ તારીખની જાહેરાત અલગથી કરવામાં આવશે.

શું હતો પ્રસ્તાવ અને કેમ મુલતવી રાખવામાં આવ્યો નિર્ણય?

તાજેતરમાં પેમેન્ટ રેગ્યુલેટરી ફ્રેમવર્ક હેઠળ 15 ઓક્ટોબર 2026થી ₹2000થી વધુ મૂલ્યના પસંદગીના મર્ચન્ટ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.4% નો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની યોજના બનાવવામાં આવી હતી.

ધનતેરસ અને દિવાળી દરમિયાન બજારોમાં થનાર રેકોર્ડ ડિજિટલ ખરીદીને ધ્યાનમાં રાખીને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, છેલ્લી ઘડીએ મર્ચન્ટ ચાર્જીસ લાગુ કરવાથી વેપારીઓ અને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં ભ્રમની સ્થિતિ ઊભી થઈ શકે છે.

આ જ કારણે સ્ટીયરીંગ કમિટીએ તહેવારોની સુગમ કામગીરીને પ્રાથમિકતા આપતા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટને ટાળવાનો નિર્ણય લીધો હતો.

MDR ચાર્જ પાછળનું ગણિત સમજો

ગયા મહિને જ UPI સ્ટીયરિંગ કમિટીએ ₹2,000 થી વધુના વ્યવહારો પર 0.4% MDR વસૂલવાનો નિર્ણય લીધો હતો. આનો અર્થ એ થયો કે, જો તમે UPI નો ઉપયોગ કરીને વેપારીને ₹2,000 ની ચુકવણી કરો છો, તો તમારે ફી તરીકે 0.4% ચૂકવવી પડશે. ₹10,000 ની ચુકવણી માટે આ ફી વધીને ₹40 થશે.

ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયા કરવા માટે વેપારીઓ પાસેથી આ ફી વસૂલવામાં આવે છે. 8 ઓક્ટોબરના રોજ નાણામંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, UPI વ્યવહારો પર MDR નો મુદ્દો હિસ્સેદારો દ્વારા ઉકેલવામાં આવશે. ચાર્જ ક્યારે લાગુ કરવો તે નિર્ણય ચુકવણી ઇકોસિસ્ટમ પર છોડી દેવામાં આવ્યો છે.

PM કિસાન યોજના : 24મા હપ્તાના 2000 રૂપિયા ક્યારે આવી શકે છે ? આગામી હપ્તો મેળવવા ખેડૂતો તાત્કાલિક પૂર્ણ કરી લે આ જરૂરી કામ

Follow Us
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
g clip-path="url(#clip0_868_265)">