AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે, વીમો, મ્યુચ્યુઅલ ફંડથી P2P, P2M સુધી… કયા પેમેન્ટ પર લાગશે ‘ચાર્જ’ અને કોને મળશે ‘છૂટ’?

UPI પર ચાર્જ લાગવાને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો અને અફવાઓએ સામાન્ય ગ્રાહકોથી લઈને નાના દુકાનદારો સુધી દરેકને ચિંતામાં મૂકી દીધા છે. ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે, હવે દર વખતે ઓનલાઈન પેમેન્ટ કરવા પર તેમના ખિસ્સામાંથી વધારાના પૈસા કપાશે. દરેકના મનમાં એક જ સવાલ છે કે, શું રેલવે, વીમો કે મ્યુચ્યુઅલ ફંડનું પેમેન્ટ કરવા પર હવેથી વધારાનો ચાર્જ ચૂકવવો પડશે? P2P અને P2M ટ્રાન્ઝેક્શનમાં કોને સંપૂર્ણ છૂટ મળશે અને ક્યાં ચાર્જ લાગશે?

રેલવે, વીમો, મ્યુચ્યુઅલ ફંડથી P2P, P2M સુધી... કયા પેમેન્ટ પર લાગશે 'ચાર્જ' અને કોને મળશે 'છૂટ'?
| Updated on: Sep 26, 2026 | 9:25 PM
Share

સોશિયલ મીડિયામાં UPI પર ચાર્જ લાગવાની ચર્ચાએ સામાન્ય ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ભારે ભ્રમ ફેલાવી દીધો છે. ઘણા લોકો એવું માની બેઠા છે કે, હવે દર વખતે ઓનલાઈન પેમેન્ટ કરવા પર તેમના ખિસ્સા કાપાશે અથવા ₹2,000 થી વધુના દરેક લેવડ-દેવડ પર 0.4 ટકા વધારાનો ચાર્જ આપવો પડશે.

હકીકત એ છે કે, ન તો સામાન્ય ગ્રાહકોએ પોતાના ખિસ્સામાંથી કોઈ વધારાનો ચાર્જ આપવાનો છે અને ન તો નાના દુકાનદારો પર આની કોઈ અસર પડશે. નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા જાહેર કરવામાં આવેલું મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) નું નવું માળખું ખૂબ જ વિશિષ્ટ અને મર્યાદિત છે.

આ નિયમ કોના પર લાગુ થાય છે?

આ નિયમ માત્ર પર્સન ટુ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન (P2M) પર જ લાગુ થાય છે, જ્યારે મિત્રો અથવા સગા-સંબંધીઓને મોકલવામાં આવતા પૈસા એટલે કે પર્સન ટુ પર્સન (P2P) પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત છે. આ સિવાય એ પણ સમજો કે, સરકારના નવા નિયમોની તમારા રોજિંદા લેવડ-દેવડ પર શું અસર પડશે?

P2P અને P2M વચ્ચેનો મૂળભૂત તફાવત

  1. P2P (વ્યક્તિ થી વ્યક્તિ): તમે તમારા કોઈ મિત્ર, પરિવારના સભ્ય કે પરિચિતને પૈસા મોકલો છો. એવામાં પછી ભલે તમે ₹500 મોકલો કે ₹1 લાખ, આના પર MDR શૂન્ય છે. UPI સિસ્ટમ સામાન્ય લોકોના આપસી ટ્રાન્સફર માટે બિલકુલ ફ્રી રહેશે.
  2. P2M (વ્યક્તિ થી મર્ચન્ટ): તમે કોઈ દુકાન, મોલ, રેસ્ટોરન્ટ, ઈન્સ્યોરન્સ પ્રીમિયમ કે ઓનલાઈન શોપિંગ માટે પેમેન્ટ કરો છો. એવામાં નવું MDR સ્ટ્રક્ચર આ જ કેટેગરીના કેટલાક ખાસ ટ્રાન્ઝેક્શન પર લાગુ થાય છે.

શું ગ્રાહકના બિલમાં ઉમેરાઈને આવશે 0.4% ચાર્જ?

બિલકુલ નહીં. માની લો કે, તમે કોઈ મોટા મર્ચન્ટ પાસેથી ₹3,000 નો સામાન ખરીદ્યો. 0.4 ટકાના દરે MDR ₹12 બને છે. આ ₹12 મર્ચન્ટ (દુકાનદાર/કંપની)ના ખાતામાંથી કપાશે, ગ્રાહક પાસેથી નહીં.

તમારે કુલ ₹3,000 જ ચૂકવવા પડશે, ₹3,012 નહીં. સરકારી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોઈ પણ વેપારી આ શુલ્ક ગ્રાહક પર થોપી શકશે નહીં.

UPI Charges New Rules Explained for Railway Insurance Mutual Fund and Other Payments

નાના વેપારીઓ પર કેટલો લાગશે ચાર્જ?

નવો નિયમ દરેક મર્ચન્ટ પેમેન્ટ પર લાગુ થતો નથી. ₹2,000 સુધીના ટ્રાન્ઝેક્શન પર કોઈ સ્ટાન્ડર્ડ MDR નહીં લાગે. સરકારી આંકડાઓ અનુસાર, કુલ મર્ચન્ટ પેમેન્ટનો 95 ટકાથી વધુ હિસ્સો ₹2,000 કે તેથી ઓછો હોય છે.

મહિને લગભગ ₹1 લાખ સુધીનું UPI QR ટર્નઓવર ધરાવતા નાના દુકાનદારોને આ દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. ફેરિયાઓ અને આસપાસના કિરાણા સ્ટોર વાળાને કોઈ MDR આપવો નહીં પડે. આ નિયમ માત્ર લગભગ 4 ટકા મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનને જ અસર કરશે.

રેલવે, ઈન્સ્યોરન્સ અને શેરબજાર માટે ‘ખાસ દર’

સરકારે અલગ-અલગ સેક્ટર્સ માટે મર્યાદા અને સ્પેશિયલ રેટ નક્કી કર્યા છે. ₹75,000 થી મોટા સામાન્ય પર્સન ટુ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકાનો રેટ લાગુ થવા છતાં MDR વધુમાં વધુ ₹300 સુધી સીમિત કરી દેવામાં આવ્યો છે.

રેલવે, ફ્યુઅલ, ઈન્સ્યોરન્સ અને ટેલિકોમ જેવી જરૂરી સેવાઓમાં ₹2,000 થી વધુના યોગ્ય ટ્રાન્ઝેક્શન પર ટકાવારીના બદલે માત્ર ₹5 નો ફ્લેટ MDR લાગશે.

બીજી તરફ, ઈક્વિટી માર્કેટમાં રોકાણ (પછી ભલે શેર હોય કે મ્યુચ્યુઅલ ફંડ) MDRનો દર માત્ર 0.02 ટકા એટલે કે વધુમાં વધુ ₹300 રાખવામાં આવ્યો છે. જો કે, UPI ઓટો પે SIP પર છૂટ છે પરંતુ UPI દ્વારા એકસાથે કરાતા મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટ પર ચાર્જ લાગશે.

શું પેમેન્ટ એપ્સ અલગથી ફી લેશે?

UPI એપ્સ જેમ કે – PhonePe, Google Pay, Paytm ગ્રાહકો પર કોઈ નવો પ્લેટફોર્મ ચાર્જ કે માસિક કોટા લગાવી શકશે નહીં. સામાન્ય નાગરિકો કોઈ પણ વધારાના ખર્ચ વગર પહેલાની જેમ જ બેફિકર થઈને UPIનો ઉપયોગ ચાલુ રાખી શકે છે.

MDR વધારવાનો નિર્ણય કેમ લેવાયો?

ભારતમાં દર મહિને અબજો UPI ટ્રાન્ઝેક્શન થાય છે. આટલા મોટા ડિજિટલ માળખાને સુરક્ષિત રાખવા, સર્વર મેઈન્ટેનન્સ, સાયબર સુરક્ષા અને નવા સંશોધનોના ખર્ચને પહોંચી વળવા માટે આ વ્યવસ્થા બનાવવામાં આવી છે. આનાથી એકત્રિત થતી આવક UPI ઈકોસિસ્ટમને મજબૂત કરવા અને નાના વેપારીઓ સુધી ડિજિટલ પહોંચ વધારવામાં ખર્ચાશે.

Railway : રેલવેમાં શરૂ થઈ ડિજિટલ ચેકિંગ, TTEના ટેબ્લેટથી તરત પકડાશે નકલી ઈ-પાસ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">