AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ધુમ્મસના કારણે ફ્લાઈટ કેન્સલ થાય કે મોડી પડે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઉપયોગી નીવડશે?

જો તમે પણ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરો છો, તો હાલના હાલના દિવસોમાં તમે ધુમ્મસને કારણે ફ્લાઇટ્સ મોડી અથવા રદ થવાની સમસ્યાઓનો સામનો કર્યો જ હશે.  પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એરલાઇન ટિકિટ બુક કરાવવાની સાથે લીધેલો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને આ સ્થિતિમાં ઘણી રીતે મદદ કરી શકે છે?

શું ધુમ્મસના કારણે ફ્લાઈટ કેન્સલ થાય કે મોડી પડે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઉપયોગી નીવડશે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2024 | 7:13 AM
Share

જો તમે પણ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરો છો, તો હાલના હાલના દિવસોમાં તમે ધુમ્મસને કારણે ફ્લાઇટ્સ મોડી અથવા રદ થવાની સમસ્યાઓનો સામનો કર્યો જ હશે.  પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એરલાઇન ટિકિટ બુક કરાવવાની સાથે લીધેલો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને આ સ્થિતિમાં ઘણી રીતે મદદ કરી શકે છે?

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જે ફ્લાઇટ ટિકિટ બુક કરાવતી વખતે થોડા વધારાના પૈસા ચૂકવીને ઉપલબ્ધ કરાવાય છે. તે તમને ઘણી રીતે મદદ કરે છે. તે તમને ધુમ્મસને કારણે ફ્લાઇટમાં વિલંબથી રદ કરવા સુધીના રિફંડ અને વળતરના સ્વરૂપમાં મોટી રાહત આપે છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શું છે?

જ્યારે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ ટેકઓફ કરી શકતી નથી ત્યારે સામાન્ય રીતે એરલાઇન્સ હવામાન સાફ થવાની રાહ જોતી હોય છે પરંતુ જ્યારે આ ઇંતેજાર ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય છે. આ સ્થિતિમાં તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વળતર આપવા માટે કામમાં આવે છે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તમને આવા ખર્ચાઓ માટે વળતર આપે છે જે તમારે એરપોર્ટ પર અણધાર્યા સંજોગોને લીધે ઉઠાવવું પડે છે. આમાં ફ્લાઇટ વિલંબ પર કવરેજ પણ શામેલ છે.

ફ્લાઇટ રદ અથવા મોડી પડે તો વીમો કેવી રીતે મદદ કરે છે?

સામાન્ય સંજોગોમાં જો ફ્લાઇટમાં વિલંબ થાય છે, તો મુસાફરી વીમાનું કોમન કેરિયર વિલંબ કવર અમલમાં આવે છે. આ સામાન્ય રીતે વ્યાપક મુસાફરી વીમાનો એક ભાગ છે. આ પ્રકારના વીમા કવરેજમાં લોકોને તેમની ટિકિટની રકમનો ચોક્કસ ભાગ રિફંડ તરીકે પાછો મળે છે.

ડિજિટલ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ અને અન્ય ઈન્સ્યોરન્સ કંપનીઓ જે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પૂરી પાડે છે તે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કેન્સલ અથવા વિલંબના કિસ્સામાં રૂ. 50,000 સુધીનું વીમા કવચ આપે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય રૂટ પર મહત્તમ વળતર 5,000 ડોલર સુધી જશે.

જો તમારી ફ્લાઇટમાં જરૂર કરતાં વધુ વિલંબ થાય અને તમારે નજીકની હોટલમાં રોકાવું પડે. પછી તમે મુસાફરી વીમા તરીકે આવાસ અને ફૂડ માટે વળતરનો દાવો કરી શકો છો. આ વીમો તમારા માટે મદદરૂપ સાબિત થાય છે.

આ પણ વાંચો : ભારતીય શેરબજારમાં કડાકાનો 19 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, રોકાણકારોના 4.50 લાખ કરોડ સ્વાહા

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">