Share Market Opening Bell : આજે 300 કંપનીઓ ત્રિમાસિક પરિણામ જાહેર કરશે,શેરબજારની ફ્લેટ શરૂઆત
Share Market Opening Bell : આજે વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો મળ્યા છે. આ સમગ્ર સપ્તાહમાં ચીનના બજારો બંધ રહેશે. આજે જાપાન, હોંગકોંગ અને સિંગાપોરમાં પણ રજા છે. શુક્રવારે અમેરિકન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. 10 વર્ષના બોન્ડ યીલ્ડ 4.2% ની નજીક છે. અમેરિકન બજારોમાં સતત પાંચમીવાર સાપ્તાહિક વધારો જોવા મળ્યો હતો.
Share Market Opening Bell : આજે વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો મળ્યા છે પણ ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત થઇ છે. આ સમગ્ર સપ્તાહમાં ચીનના બજારો બંધ રહેશે. આજે જાપાન, હોંગકોંગ અને સિંગાપોરમાં પણ રજા છે. શુક્રવારે અમેરિકન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. 10 વર્ષના બોન્ડ યીલ્ડ 4.2% ની નજીક છે. અમેરિકન બજારોમાં સતત પાંચમીવાર સાપ્તાહિક વધારો જોવા મળ્યો હતો.
Stock Market Opening(12 February 2024)
- SENSEX : 71,722.31+126.82
- NIFTY : 21,800.80+18.30
વૈશ્વિક બજારોમાંથી સંકેતો
આજે સ્થાનિક શેરબજાર માટે વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. શુક્રવારે અમેરિકન માર્કેટમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો. અમેરિકન અર્થતંત્રમાં મજબૂતીના સંકેતો વચ્ચે અહીંના બજારમાં આ તેજી જોવા મળી રહી છે. શુક્રવારે, Nasdaq અને S&P 500 ઈન્ડેક્સ નવી ઊંચાઈએ બંધ થયા. S&P 500 ઇન્ડેક્સ પ્રથમ વખત 5,000 ની ઉપર બંધ થયો હતો. ડાઉ જોન્સમાં પણ 55 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
આજે મોટાભાગના એશિયન બજારો બંધ છે. જાપાનના બજારો રાષ્ટ્રીય દિવસ નિમિત્તે બંધ છે અને કોરિયન નવા વર્ષ નિમિત્તે દક્ષિણ કોરિયાના બજારો બંધ છે. આ સિવાય હોંગકોંગ, વિયેતનામ, મલેશિયા અને સિંગાપોરના શેરબજાર ચીની નવા વર્ષ નિમિત્તે બંધ છે. બ્રાઝિલના બજારો પણ આજે બંધ છે.
FIIs-DII ના આંકડા
શુક્રવારે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા રોકડ બજારમાં હળવી ખરીદી જોવા મળી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી હતી. આ દિવસે, FII દ્વારા ₹141.95 કરોડના શેરની ખરીદી કરવામાં આવી હતી. DII એ આ દિવસે કેશ માર્કેટમાં ₹421.87 કરોડના શેરનું વેચાણ કર્યું છે.
આજે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થશે
સપ્તાહના પહેલા જ દિવસે 300 થી વધુ કંપનીઓ તેમના પરિણામો રજૂ કરવા જઈ રહી છે. જે કંપનીઓ સોમવારે તેમના પરિણામો જાહેર કરશે તેમાં ઓલકાર્ગો લોજિસ્ટિક્સ, ભારત ફોર્જ, સેરા સેનિટરીવેર, કોલ ઈન્ડિયા, ડીસીએમ શ્રીરામ, એડલવાઈસ ફાઈનાન્સિયલ સર્વિસીસ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ખાદિમ ઈન્ડસ્ટ્રીઝ, મઝાગોન ડોક શિપબિલ્ડર્સ, સંવર્ધન મધરસન, એનએચપીસી, સ્ટીલ ઓથોરિટી, ઝી મીડિયાનો સમાવેશ થાય છે. છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.