Mutual Fundના રોકાણકારો માટે અગત્યના સમાચાર, હવે રોકાણના નાણાં મેળવવા ઇંતેજાર કરવો પડશે નહિ , જાણો SEBI એ નિયમમાં શું કર્યો ફેરફાર
SEBI એ આ સંદર્ભે 2017 ના પરિપત્રમાં સુધારો કર્યો છે. ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ હાઉસને ભંડોળને ત્વરિત ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નવો નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રોકાણકારોને રાહત આપતા ત્વરિત એક્સેસની સુવિધા આપી છે. આ અંતર્ગત તમે રિડેમ્પશન વિનંતીના થોડા કલાકો અથવા મિનિટોમાં તમારા ફંડમાંથી પૈસા ઉપાડી શકો છો. ત્વરિત એક્સેસ સુવિધા માટે રૂ 50,000 ની મર્યાદાને આધિન રોકાણકારો તેમના યુનિટના મૂલ્યના 90% સુધી ઉપાડી શકે છે. રોકાણકારો માટે આ મોટી રાહત માનવામાં આવી રહી છે.
સેબીએ આ સંદર્ભે 2017 ના પરિપત્રમાં સુધારો કર્યો છે. ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ હાઉસને ભંડોળને ત્વરિત ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નવો નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. ત્વરિત એક્સેસની સુવિધા તે રોકાણકારો માટે ઉપલબ્ધ રહેશે જે રિડમ્પશનની વિનંતીના થોડા કલાકો અથવા મિનિટોમાં તેમના ભંડોળનો ઉપયોગ કરવા માંગે છે.
સમયના વિલંબ વિના મળશે નાણાં સામાન્ય રીતે લીકવીડ ફંડ સહિત ડેટ ફંડમાંથી નાણાં ઉપાડવા માટે સામાન્ય રીતે 1-2 કાર્યકારી દિવસો લે છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસ રોકાણકારના બેંક ખાતામાં રકમ જમા કરે છે પરંતુ હવે સેબીના નવા આદેશ હેઠળ નવી સુવિધા આપવામાં આવી છે. જેમાં તેમને વહેલી તકે પૈસા મળશે.
ક્લેઇમ ન કરાય તો શું થશે ? જો ક્લેઇમ કરવામાં ન આવે તો ફંડને ટ્રાન્સફર કરવામાં આવશે. 1 ડિસેમ્બર 2021 થી સેબી આવા ક્લેઇમ વગરના નાણાં અને ડિવિડન્ડને ઓવરનાઈટ સ્કીમો, લિક્વિડ અને મ્યુચ્યુઅલ ફંડની મની માર્કેટ સ્કીમમાં રોકાણ કરવાની મંજૂરી આપશે. અગાઉ આવા નાણાં કોલ મની, લિક્વિડ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરી શકાતા હતા. AMC આવી યોજનાઓમાં એક્ઝિટ લોડ ચાર્જ કરી શકતું નથી.
ડીમેન્ટ એકાઉન્ટધરનકો માટે અજીતની માહિતી માર્કેટ રેગ્યુલેટર સેબીએ નવા ટ્રેડિંગ અને ડીમેટ ખાતા ખોલવા માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ અંતર્ગત ખાતું ખોલતા પહેલા નોમિનેશન ફોર્મ ભરવાનું રહેશે. જેના દ્વારા રોકાણકાર કોઈને નોમિની બનાવી શકે છે. જો તેઓ આ ન ઇચ્છતા હોય તો તેમણે તેના બદલે ઘોષણા ફોર્મ ભરવું પડશે. આ નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.
આ પણ વાંચો : LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડર 73.5 રૂપિયા મોંઘો થયો , જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
આ પણ વાંચો : આજથી પગાર અને પેન્શન સંબંધિત નિયમ બદલાઇ રહ્યો છે, જાણો શું પડશે અસર