શેરબજારના દિગ્ગજ રોકાણકાર રેખા ઝુનઝુનવાલાએ રોકાણ કરેલી આઠ કંપનીઓએ આ વર્ષે બીએસઈ સેન્સેક્સના વળતરને માત આપી છે. રેખા ઝુનઝુનવાલાની સૌથી મોટી હોલ્ડિંગ કંપની ટાઇટનના શેરે આ વર્ષે રોકાણકારોને 26.25 ટકા વળતર આપ્યું છે, જ્યારે BSE સેન્સેક્સના 30 પેક ઇન્ડેક્સમાં આ વર્ષે 8 ટકાનો વધારો નોંધાયો છે.
મોતીલાલ ઓસવાલે કહ્યું છે કે ટાટા ગ્રૂપની કંપનીની કમાણીમાં સારો ગ્રોથ થાય તેવી અપેક્ષા છે. રેખા ઝુનઝુનવાલાના ટોપ-10 શેરોમાંથી 6 શેરોએ ચાલુ કેલેન્ડર વર્ષમાં 20 ટકાનું વળતર આપ્યું છે.
રેખા ઝુનઝુનવાલાની ટાઇટનમાં 5.36 ટકાનો હિસ્સો છે. જેની બજાર કિંમત 15,520 કરોડ રૂપિયા છે. રેખા ઝુનઝુનવાલા સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીમાં 17.3 ટકા હિસ્સો ધરાવે છે, જેની હોલ્ડિંગ વેલ્યુ 5,940 કરોડ રૂપિયા છે. આ વર્ષે સ્ટાર હેલ્થના શેરે માત્ર 2.51 ટકા વળતર આપ્યું છે.
આ વખતે ટાટા મોટર્સના શેરે રેખા ઝુનઝુનવાલાને લગભગ 60 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. રેખા ઝુનઝુનવાલા ટાટા મોટર્સમાં 1.6 ટકા હિસ્સો ધરાવે છે અને લગભગ 53.25 લાખ શેરનું હોલ્ડિંગ મૂલ્ય રૂ. 3,765 કરોડ છે.
આ વર્ષે અત્યાર સુધીમાં મેટ્રો બ્રાન્ડના શેરમાં 21 ટકાનો વધારો થયો છે. રેખા ઝુનઝુનવાલાનો મેટ્રો બ્રાન્ડ્સમાં 9.6 ટકા હિસ્સો છે, જેની હોલ્ડિંગ વેલ્યુ 2850 કરોડ રૂપિયા છે.
રેખા ઝુનઝુનવાલાના ટોચના 10 શેરોનું પોર્ટફોલિયો હોલ્ડિંગ મૂલ્ય રૂ. 35,237 કરોડ છે. ફોર્ટિસ હેલ્થ કેર અને ફેડરલ બેન્કના શેરે પણ આ વર્ષે હકારાત્મક વળતર આપ્યું છે.
આ પણ વાંચો ટાટા ગ્રૃપની આ કંપનીના શેરનું થશે ડી લિસ્ટિંગ, NSE-BSEએ આપી મંજૂરી
શેરબજારના દિગ્ગજ રોકાણકાર રેખા ઝુનઝુનવાલા કેનેરા બેંકમાં 2.1 ટકા હિસ્સો ધરાવે છે અને 37.59 લાખ શેરની હોલ્ડિંગ વેલ્યુ 1593 કરોડ રૂપિયા છે. NCC લિમિટેડના શેરોએ આ વર્ષે રેખા ઝુનઝુનવાલાને 77 ટકા વળતર આપ્યું છે. તે NCC લિમિટેડમાં 13.01 ટકા હિસ્સો ધરાવે છે અને તેનું 82.5 લાખ શેરનું હોલ્ડિંગ મૂલ્ય રૂ. 1320 કરોડ છે. ઘણા નિષ્ણાતોએ 162ના સ્તરે ટ્રેડ કરી રહેલા NCC લિમિટેડના શેરનો ટોર્ગેટ રૂ.180 રાખ્યો છે.