Belated ITR : 31 માર્ચ સુધી વિલંબિત રિટર્ન ફાઈલ નહિ કરનારને દંડ સાથે જેલના સળિયા ગણવા પડશે, જાણો શું છે નિયમ
જો તમે ITR ફાઇલ કરી શક્યા નથી તો તમે 31 માર્ચ 2022 સુધીમાં વિલંબિત ITR (Belated ITR) ફાઇલ કરી શકો છો.
નાણાકીય વર્ષ 2020-21 (FY 2020-21) માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2021 હતી. જો તમે ITR ફાઇલ કરી શક્યા નથી તો તમે 31 માર્ચ 2022 સુધીમાં વિલંબિત ITR (Belated ITR) ફાઇલ કરી શકો છો. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વીતી ગયા પછી કરદાતા પાસે Belated ITR ફાઇલ કરવાની તક હોય છે.
જો કરદાતાઓ 31 માર્ચ, 2022 સુધીમાં ITR ફાઇલ નહીં કરે તો આવકવેરા વિભાગ કરની જવાબદારીના 50 ટકા સુધીનો દંડ ફટકારી શકે છે. ક્ષેત્રના જાણકાર બળવંત જૈન કહે છે કે આવા કરદાતાઓની સમસ્યા માત્ર દંડથી પુરી થતી નથી. જો ITR ન ભરાય તો આવકવેરા વિભાગ તેમના પર કેસ કરી શકે છે. વર્તમાન આવકવેરા કાયદા હેઠળ ઓછામાં ઓછા ત્રણ વર્ષની જેલ અને વધુમાં વધુ સાત વર્ષની જેલ થઈ શકે છે. આવકવેરા વિભાગ માત્ર ત્યારે જ કાનૂની કાર્યવાહી શરૂ કરી શકે છે જો કરની જવાબદારી રૂ.10,000થી વધુ હોય.
જો તમે 31 માર્ચ ચૂકી જશો તો પણ તમને રિફંડ પર વ્યાજ નહીં મળે
બળવંત જૈન અનુસાર જો કરદાતા નિર્ધારિત તારીખ એટલે કે 31 માર્ચ 2022 સુધીમાં રિટર્ન ફાઈલ નહીં કરે તો આ કિસ્સામાં તેને રિફંડ પર વ્યાજ નહીં મળે. વધુ ટેક્સ ચૂકવયો હોય તો પણ તે રિટર્ન માટે હકદાર નહિ હોય. જો કરદાતાએ જવાબદારી કરતાં ઓછો ટેક્સ ચૂકવ્યો હોય તો વ્યાજ ફરજીયાત ચૂકવવું પડશે.
રૂપિયા 5000 નો દંડ ચૂકવવો પડશે
આવકવેરા અધિનિયમની કલમ 139 (1) હેઠળ આકારણી વર્ષ માટે નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન ફાઇલ ન કરવા બદલ કલમ 234F હેઠળનો દંડ ચૂકવવો પડશે. આ રીતે રૂ. 5000 ના દંડ સાથે 31 માર્ચ, 2022 સુધી બિલ કરાયેલ ITR ફાઇલ કરી શકાય છે. અગાઉ દંડની રકમ રૂ. 10,000 હતી જે ઘટાડીને રૂ 5,000 કરાઈ છે. જો કરદાતાની કુલ આવક રૂ. 5 લાખ થી વધુ ન હોય તો તેણે રૂ.1000નો દંડ ભરવો પડશે.
આ પણ વાંચો : અભદ્ર ભાષા વાળો ઓડિયો વાયરલ થયા બાદ કોટક બેંક BharatPeના સ્થાપક અશ્નીર ગ્રોવર સામે કરશે કાનૂની કાર્યવાહી
આ પણ વાંચો : Anil Ambani ની કંપની અને દિલ્લી મેટ્રો વચ્ચેના આ વિવાદના કારણે કરદાતાઓને રોજનું પોણા બે કરોડનું નુકસાન