Tata Group નો આ શેર બે દિવસમાં 40% ઉછાળ્યો, માર્ચ ક્વાર્ટરના ઉત્તમ પરિણામોએ શેરને બનાવી દિધો રોકેટ

Tejas Networks Share Price: તેજસ નેટવર્ક્સ વાયરલેસ નેટવર્કિંગ ઉત્પાદનો ડિઝાઇન અને ઉત્પાદન કરે છે. ટાટા ગ્રુપની આ કંપનીએ માત્ર બે દિવસમાં રોકાણકારોને 40 ટકા વળતર આપ્યું છે. આજની વાત કરીએ તો તેના શેર 20 ટકા ઉછળીને અપર સર્કિટ પર પહોંચ્યા છે. આજે શેર રેકોર્ડ હાઇ સ્તર પર છે.

Tata Group  નો આ શેર બે દિવસમાં 40% ઉછાળ્યો, માર્ચ ક્વાર્ટરના ઉત્તમ પરિણામોએ શેરને બનાવી દિધો રોકેટ
Tata Group
Follow Us:
| Updated on: Apr 23, 2024 | 3:59 PM

Tejas Networks Share Price: ટાટા ગ્રુપના તેજસ નેટવર્ક્સે માત્ર બે દિવસમાં રોકાણકારોને 40 ટકા વળતર આપ્યું છે. આજની વાત કરીએ તો તેના શેર 20 ટકા ઉછળીને અપર સર્કિટ પર પહોંચ્યા છે. શેરનો આ રેકોર્ડ સ્તર કંપનીના માર્ચ ક્વાર્ટરના ઉત્કૃષ્ટ પરિણામોને પગલે આવ્યો છે. સતત પાંચ ત્રિમાસિક ગાળા સુધી ખોટમાં રહ્યા બાદ હવે કંપની નફામાં પહોંચી છે તેથી શેરમાં પણ ઉછાળો નોંધાયો છે. તે BSE ઇન્ટ્રા-ડે પર રૂ. 1,086.90ની ઉપલી સર્કિટ સુધી પહોંચવા માટે 20 ટકા ઉછળ્યો હતો, જોકે પ્રોફિટ બુકિંગના કારણે શેર નરમ પડ્યો હતો. હાલમાં BSE પર શેર 20 ટકાની મજબૂતાઈ સાથે રૂ.1,088.00ના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે

Tejas Networks માટે માર્ચ ક્વાર્ટર કેવું રહ્યું?

તેજસ નેટવર્ક્સે માર્ચ 2024 ક્વાર્ટરમાં ₹146.8 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીને ₹11.47 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં 343 ટકાનો વધારો થયો છે. તેનો EBITDA પણ રૂ. 306 કરોડના સકારાત્મક સ્તરે રહ્યો હતો જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં શેરની સ્થિતી રૂ. 8.2 કરોડના નકારાત્મક સ્તરે હતી. તેજસ નેટવર્ક્સ વાયરલેસ નેટવર્કિંગ ઉત્પાદનો ડિઝાઇન અને ઉત્પાદન કરે છે. માર્ચ 2024 ના અંત સુધી ઉપલબ્ધ ડેટા અનુસાર, તેની ઓર્ડર બુક લગભગ 8221 કરોડ રૂપિયા છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

એક વર્ષમાં શેરની કેવી રહી ચાલ?

તેજસ નેટવર્ક્સના શેર ગયા વર્ષે 5 મે, 2023ના રોજ રૂ. 618.00 પર હતા.આ તે શેરનુ એક વર્ષનું સૌથી નિચલું સ્તર હતું. આ સ્તરેથી, હવે શેર 11 મહિનામાં લગભગ 76 ટકા ઉછળીને આજે 23 એપ્રિલ, 2024ના રોજ રૂ. 1,086.90 પર પહોંચી ગયો છે. આ તેના શેર માટે રેકોર્ડ હાઇ સ્તર છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">