TATA Group ના શેરને અચાનક લાગી પાંખ, 20 દિવસના ઘટાડા બાદ અચાનક શેર અપર સર્કિટ કેમ નોંધાવવા લાગ્યો? જાણો સંપૂર્ણ વિગત અહેવાલમાં

TTML ના બોર્ડે બાકી રકમના બદલામાં સરકારને શેર આપવાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. કંપનીના બોર્ડે મંગળવારે એક બેઠક યોજી હતી જેમાં જૂનો નિર્ણય પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

TATA Group ના શેરને અચાનક લાગી પાંખ, 20 દિવસના ઘટાડા બાદ અચાનક શેર અપર સર્કિટ કેમ નોંધાવવા લાગ્યો? જાણો સંપૂર્ણ વિગત અહેવાલમાં
Ratan Tata
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 12:49 PM

ટાટા ગ્રૂપ(Group)ની કંપની ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર લિમિટેડ ( Tata Teleservices Maharashtra Ltd – TTML) ના શેરમાં બુધવારે અપર સર્કિટ લાગી હતી. ગુરુવારે પણ કારોબાર દરમ્યાન સર્કિટ લાગી છે. કંપનીએ AGR લેણાંના બદલામાં સરકારને શેર આપવાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી બે દિવસથી શેર જબરદસ્ત તેજી સાથે વધી રહ્યો છે.

આજે શેરની સ્થિતિ

આજે વૃદ્ધિ સાથે TTML નો શેર 156.20 ખુલ્યો હતો અને પ્રારંભિક ઉછાળા સાથે અપર સર્કિટ લાગી હતી. અપર સર્કિટ અનુસાર સ્ટોક આ સ્થિતિથી વધુ વધી કે ઘટી શકે નહિ. શેરનું ૫૨ અઠવાડિયાનું ઉપલું સ્તર 290.15 રૂપિયા છે.

Open 156.20 , High 156.20 ,Low 156.20 , 52-wk high 290.15 ,  52-wk low 10.45

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બોર્ડના આ નિર્ણયથી તેજી આવી

TTML ના બોર્ડે બાકી રકમના બદલામાં સરકારને શેર આપવાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. કંપનીના બોર્ડે મંગળવારે એક બેઠક યોજી હતી જેમાં જૂનો નિર્ણય પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ સરકારે બાકી રકમના બદલામાં 9.5 ટકા હિસ્સો લેવાનો નિર્ણય કર્યો હતો.

કંપની બાકીની રકમ રોકડમાં ચૂકવશે

કંપનીના જણાવ્યા અનુસાર તેના પર લગભગ 850 કરોડ રૂપિયાનું AGR બાકી હતું. જો કે ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા અનુસાર બાકી માત્ર રૂ. 195 કરોડ નીકળ્યા હતા. ત્યારબાદ કંપનીએ નક્કી કર્યું કે તે સરકારને રોકડમાં બાકી રકમ ચૂકવશે.

સ્ટોકે 9 મહિનામાં 2700% રિટર્ન આપ્યું છે

છેલ્લા કેટલાક દિવસોથી કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો હતો. 11 જાન્યુઆરીથી આ સ્ટોક લોઅર સર્કિટ પર હતો ત્યારથી તેનો સ્ટોક લગભગ 52 ટકા ઘટ્યો હતો. આ ઘટાડો હવે અપર સર્કિટના દેખાવથી કંઈક અંશે સરભર થયો હતો. અગાઉ શેરે 9 મહિના જેટલા ઓછા સમયમાં લગભગ 2700 ટકાનું વળતર આપ્યું હતું. ગયા વર્ષે 22 એપ્રિલે આ સ્ટોક માત્ર રૂ. 10.45 હતો જે 11 જાન્યુઆરી, 2022ના રોજ વધીને રૂ. 290.15 થયો હતો. તે 2,676.55 ટકા વધુ વધ્યો હતો.

લોઅર સર્કિટ કેમ લાગી રહી હતી ?

ટાટા ટેલિસર્વિસિસે તાજેતરમાં સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે તેના મૂલ્યાંકન મુજબ વ્યાજની ચોખ્ખી વર્તમાન કિંમત (NPV) આશરે રૂ. 850 કરોડ છે. આ અંદાજ ટેલિકોમ્યુનિકેશન વિભાગના સમર્થનને આધીન છે. વ્યાજને ઇક્વિટી એટલે કે શેરમાં રૂપાંતરિત કરવાથી કંપનીમાં સરકારનો હિસ્સો 9.5 ટકા થશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગની માહિતીમાં આપવામાં આવેલી ગણતરી પદ્ધતિ અનુસાર 14 ઓગસ્ટ, 2021 ની સંબંધિત તારીખે કંપનીના શેરની સરેરાશ કિંમત આશરે રૂ. 41.50 પ્રતિ ઇક્વિટી હતી. ત્યારથી આ સ્ટોકમાં વેચાણનો રાઉન્ડ શરૂ થયો હતો.

આ પણ વાંચો : Gold Price Today : શું ફરી સોનું 50 હજારની સપાટીને સ્પર્સશે?જાણો આજના સોનાના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : Share Market : બજેટ બાદની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 59021 સુધી ગગડ્યો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">