Gold Price Today : શું ફરી સોનું 50 હજારની સપાટીને સ્પર્સશે?જાણો આજના સોનાના લેટેસ્ટ રેટ
અમદાવાદમાં(Gold price today in Ahmedabad) આજે 1 તોલા સોનાનો ભાવ 49682 રૂપિયા છે .
હાલના સમયે ગ્રાહકો પાસે સોનું ખરીદવાની સારી તક છે. સતત બે દિવસ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ગઈકાલે સોનાનો ભાવ (Gold Price Today) 48099 રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે ટ્રેડ થયો હતો.
જાણો આજે શું છે સોના ચાંદીના ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે એપ્રિલ ડિલિવરી માટે સોનું 0.07 ટકા ઘટીને રૂ. 48,049 પ્રતિ 10 ગ્રામ થયું હતું. આજના કારોબારમાં ચાંદીમાં 0.23 ટકાનો ઘટાડો થયો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ રૂ. 61,362 પર છે. વર્ષ 2020ની વાત કરીએ તો MCX પર 10 ગ્રામ સોનાની કિંમત રૂ.56,200ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. આજે સોનું ડિસેમ્બર ફ્યુચર્સ MCX પર રૂ. 47,792 પ્રતિ 10 ગ્રામના સ્તરે છે એટલે કે હજુ પણ રૂ. 8,400 સસ્તું મળી રહ્યું છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD : 48099.00 +177.00 (0.37%) – 09:40 વાગે |
|
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે |
|
Ahmedavad | 49682 |
Rajkot | 49702 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે |
|
Chennai | 49490 |
Mumbai | 49650 |
Delhi | 49050 |
Kolkata | 49000 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર |
|
Dubai | 44166 |
USA | 43219 |
Australia | 43346 |
China | 43239 |
(Source : goldpriceindia) |
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
આ પણ વાંચો : Share Market : બજેટ બાદની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 59,203.12 સુધી ગગડ્યો