Share Market : બજેટ બાદની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 59021 સુધી ગગડ્યો

બજેટના બીજા દિવસે અને સપ્તાહના સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market) તેજી સાથે સાથે બંધ થયું હતું. સેન્સેક્સ(Sensex) 1.18 ટકા અથવા 700 પોઈન્ટથી વધુ વધ્યો હતો.

Share Market : બજેટ બાદની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 59021 સુધી ગગડ્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 12:39 PM

Share Market : બજેટ  બાદ શેરબજારની તેજી ઉપર આજે બ્રેક લાગી રહી હોય તેમ લાગી રહ્યું છે. આજે પ્રારંભિક કારોબારમાં બન્ને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં નજરે પડ્યા હતા. Sensex 59,528.16 ઉપર ખુલ્યો હતો જે59021સુધી નીચલા સ્તરે સરક્યો હતો. Nifty  ની વાત કરીએતો ઇન્ડેક્સ 17,767.75 ઉપર શરૂ થયો હતો જે 17,624 સુધી લપસ્યો હતો.

શેરબજારની સ્થિતિ (સવારે 12.37  વાગે )

SENSEX 59,131.46−426.87 
NIFTY 17,667.40−112.60 

વૈશ્વિક સંકેત મજબૂત

સતત ચોથા દિવસે વૈશ્વિક બજારોમાં ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારો લીલા નિશાન સાથે બંધ થયા છે. US બજારોની વાત કરીએ તો ડાઉ જોન્સ (Dow Jone)માં 224 પોઈન્ટ અથવા 0.63 ટકાનો વધારો જોવા મળ્યો છે અને આ ઈન્ડેક્સ લીલા નિશાન સાથે 35,629.33 ના સ્તર પર બંધ થયો છે. આ સિવાય નાસ્ડેક 71.55 પોઈન્ટ અથવા 0.50 ટકા વધીને 14417.55 પર બંધ રહ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટીમાં 13.50 પોઈન્ટના વધારા સાથે આ ઈન્ડેક્સ લીલા નિશાન સાથે 17822 ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો. યુએસ માર્કેટમાં ટોપ ગેઇનર્સની યાદીમાં UTIME LTD, ALLEGHANY TECHNOLOGIES INC, FLEXTRONICS INTERNATIONAL LTD અને EPIZYME INC જેવા શેરોનો સમાવેશ થાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આજે કઈ કંપનીઓનું પરિણામ જાહેર થશે ?

આજે મોટાભાગની એક્શન એ કંપનીઓના શેરોમાં જોવા મળી શકે છે જેના પરિણામ આવવાના બાકી છે. આજે ITC, ટાઇટન કંપની, લ્યુપિન, આદિત્ય બિરલા કેપિટલ, અદાણી પાવર, કેડિલા હેલ્થકેર, કોરોમંડલ ઇન્ટરનેશનલ, ઇમામી, ગેઇલ (ઇન્ડિયા), જેકે ટાયર, જુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ, એચસીસી, રેડિકો ખેતાન, વેલસ્પન અને વેસ્ટલાઇફ પરિણામ જાહેર કરશે.

FII અને DII ડેટા

2 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 183.60 કરોડનું વેચાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ મની માર્કેટમાં રૂ. 425.96 કરોડનું રોકાણ કર્યું હતું.

છેલ્લા સત્રમાં તેજી સાથે કારોબાર પૂર્ણ થયો

બજેટના બીજા દિવસે અને સપ્તાહના સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market) તેજી સાથે સાથે બંધ થયું હતું. શેરબજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યું હતું અને માર્કેટમાં ઉછાળો પણ આવ્યો હતો. સેન્સેક્સ(Sensex) 1.18 ટકા અથવા 700 પોઈન્ટથી વધુ વધ્યો હતો. આ સિવાય નિફ્ટી(Nifty) 50 એ 1.20 ટકા એટલે કે 210 પોઈન્ટના વધારા સાથે 17787ના સ્તરે ટ્રેડ થયો હતો. સેન્સેક્સમાં 30શેરોમાં 24 શેરોમાં ખરીદારી અને 6 શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી ઇન્ડેક્સમાં પણ 41 શેરોમાં ખરીદારી અને 9 શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

આ પણ વાંચો : Share Market : આજે શેરબજારમાં કમાણી કરવા માંગો છો? જાણો કયા શેરોમાં હલચલ દેખાઈ શકે છે

આ પણ વાંચો : Fake Currency : તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની ચલણી નોટ અસલી છે કે નકલી? આ રીતે જાણો તમને કોઈ છેતર્યા તો નથી ને!!!

g clip-path="url(#clip0_868_265)">