Tega Industries IPO: NSE પર 67% પ્રીમિયમ સાથે રૂપિયા 760 પર લિસ્ટ થયો શેર, રોકાણકારોને મળ્યો સારો લાભ
પ્રારંભિક જાહેર ઓફર (IPO) જે 1 ડિસેમ્બરના રોજ ખુલી હતી તેને 219 ગણું સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું, જે 2021માં લૉન્ચ કરાયેલ IPO માટેનું ત્રીજું સૌથી વધુ સબ્સ્ક્રિપ્શન હતું.
Tega Industries Share Price: આજે Tega Industries IPO નું નામ શાનદાર લિસ્ટિંગના લિસ્ટમાં જોડાઈ ગયું છે. આજે સોમવાર, 13 ડિસેમ્બરે, પોલિમર આધારિત મિલ લાઇનર્સ બનાવતી બીજી સૌથી મોટી કંપની ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેરનું લિસ્ટિંગ મજબૂત હતું. કંપનીના શેર ઇશ્યૂ કિંમત કરતાં 66.23%ના પ્રીમિયમ સાથે BSE પર રૂ. 753 પર લિસ્ટેડ છે. કંપનીના શેર ઇશ્યૂ કિંમત કરતાં 67.77% ના પ્રીમિયમ સાથે NSE પર રૂ. 760 પર લિસ્ટ થયા છે. તેગા ઇન્ડસ્ટ્રીઝના શેરની ઇશ્યૂ પ્રાઇસ રૂ. 453 હતી.
કંપનીનો ઇશ્યુ 1 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 3 ડિસેમ્બરે બંધ થયો હતો. રોકાણકારોએ તેના IPOમાં ઘણો રસ દર્શાવ્યો હતો અને તેનો ઇશ્યૂ 219 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. 2021 માં આવેલા IPOની સંખ્યામાં તે મહત્તમ સબ્સ્ક્રિપ્શન્સના આધારે ત્રીજા નંબરે છે.
સારા દેખાવની અગાઉથી અપેક્ષા હતી સબસ્ક્રિપ્શન અને ગ્રે માર્કેટમાં તેની કિંમતને ધ્યાનમાં રાખીને તેના સારા પ્રદર્શનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો. લિસ્ટિંગના એક દિવસ પહેલા ગ્રે માર્કેટમાં તેના અનલિસ્ટેડ શેરનું પ્રીમિયમ રૂ. 300 થી 320ના ભાવે ચાલી રહ્યું હતું. કંપનીનો IPO 219 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. તેગા ઇન્ડસ્ટ્રીઝના IPOને QIB કેટેગરીમાં 215 ગણી બિડ મળી હતી, જે છેલ્લા એક દાયકામાં સૌથી વધુ છે. એ જ રીતે, ઇશ્યૂને NIIમાં 666 ગણી અને છૂટક ભાગમાં 85 ગણી બિડ મળી હતી.
IPO 219 ગણો સબસ્ક્રાઇબ થયો પ્રારંભિક જાહેર ઓફર (IPO) જે 1 ડિસેમ્બરના રોજ ખુલી હતી તેને 219 ગણું સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું, જે 2021માં લૉન્ચ કરાયેલ IPO માટેનું ત્રીજું સૌથી વધુ સબ્સ્ક્રિપ્શન હતું. આ અગાઉ લેટેન્ટ એનાલિટિક્સ અને પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નૉલૉજી દ્વારા વધુ સબ્સ્ક્રિપ્શન્સ પ્રાપ્ત થયા હતા. QIB હિસ્સો 215.45 ગણો અને બિન-સંસ્થાકીય રોકાણકારોએ 666.9 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો, રિટેલ રોકાણકારોનો હિસ્સો 29.44 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીએ આ પબ્લિક ઈસ્યુમાંથી રૂ. 619.23 કરોડ એકત્ર કર્યા હતા જે કેવળ શેરધારકો દ્વારા વેચાણ માટેની ઓફર હતી.
આ પણ વાંચો : Stock Update : શેરબજારની તેજીમાં ક્યાં શેર તમને કરાવી શકે છે લાભ? જાણો અહેવાલ દ્વારા