Stock Update : પ્રારંભિક કારોબારમાં બજારની રેકોર્ડ તેજી વચ્ચે શેર્સમાં કેવી રહી હલચલ? કરો એક નજર
સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરો ખરીદી જોવા મળી છે અને 6 શેરોમાં વેચવાલી દેખાઈ છે. ICICI બેન્ક અને ઇન્ફોસિસના શેર 2% થી વધુ અને ટાટા સ્ટીલ અને Titan ના શેર 1% થી વધારે વૃદ્ધિ છે તો બીજી બાજુ એશિયન પેઇન્ટ્સમાં 1% નબળાઇ છે.
સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆત બજારની મજબૂતી સાથે થઈ છે.આજે સેન્સેક્સ 61,817 અને નિફ્ટી 18,500 પર ખુલ્યો હતો. બજારને મેટલ શેર્સનો ટેકો મળી રહ્યો છે. NSE પર મેટલ ઈન્ડેક્સ 3% થી વધુનો વેપાર કરી રહ્યો છે. ઓટો, આઈટી શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરો ખરીદી જોવા મળી છે અને 6 શેરોમાં વેચવાલી દેખાઈ છે. ICICI બેન્ક અને ઇન્ફોસિસના શેર 2% થી વધુ અને ટાટા સ્ટીલ અને Titan ના શેર 1% થી વધારે વૃદ્ધિ છે તો બીજી બાજુ એશિયન પેઇન્ટ્સમાં 1% નબળાઇ છે.
FII અને DII ડેટા 14 ઓક્ટોબર ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 1681.6 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ બજારમાંથી 1750.59 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. શુક્રવારે દશેરાના તહેવારના કારણે બજાર બંધ હતું.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.49 ટકાની મજબૂતી દેખાઈ છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.61 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી 0.95 ટકા વધારાની સાથે 39,714.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
આજે પ્રારંભિક કારોબારમાં ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે.
પ્રારંભિક કારોબારમાં બજારની રેકોર્ડ તેજી વચ્ચે શેર્સમાં કેવી રહી હલચલ તે ઉપર કરીએ એક નજર
લાર્જકેપ વધારો : હિંડાલ્કો, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈઓસી અને ઈન્ફોસિસ ઘટાડો : એશિયન પેંટ્સ, બજાજ ઑટો, ડૉ.રેડ્ડીઝ, આઈશર મોટર્સ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, વિપ્રો અને સિપ્લા
મિડકેપ વધારો : અદાણી પાવર, ટાટા પાવર, આઈઆરસીટીસી, યુનિયન બેન્ક અને એનએચપીસી ઘટાડો : એન્ડ્યોરન્સ ટેકનોલોજી, ટોરેન્ટ ફાર્મા, 3એમ ઈન્ડિયા, ટીવીએસ મોટર્સ અને આઈજીએલ
સ્મોલકેપ વધારો : ઈન્સો સ્ટાયરો, જેટીએલ ઈન્ફ્રા, બોરોસિલ, નાલ્કો અને ઈન્ડિયાબુલ્સ રિયલ ઘટાડો : પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, નઝારા, ગણેશ હાઉસિંગ, હેક્સા ટ્રેડેક્સ અને એમસીએક્સ ઈન્ડિયા
આ પણ વાંચો : Share Market: શેરબજારમાં તેજીનો દોર યથાવત, Sensex 62000 તરફ વધ્યો તો Nifty 18500ને પાર પહોંચ્યો
આ પણ વાંચો: ચાલબાઝ ચીનનો ગ્રોથ રેટ કડડભૂસ : આર્થિક વિકાસ દર 7.9% થી સરકીને 4.9% થયો, જાણો કેમ સર્જાઈ ચિંતાજનક સ્થિતિ