Share Market: શેરબજારમાં તેજીનો દોર યથાવત, Sensex 62000 તરફ વધ્યો તો Nifty 18500ને પાર પહોંચ્યો
અગાઉના છેલ્લા સત્રમાં ગુરુવારે શેરબજારમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટીએ નવા રેકોર્ડ બનાવ્યા. સેન્સેક્સ પ્રથમ વખત 61000 ને પાર કરીને 61353 ના સ્તર પર પહોંચ્યો હતો.
Share Market All Time High : ભારતીય શેરબજાર (Stock Market)આજે સપ્તાહના પહેલા દિવસે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. શરૂઆતી કારોબારમાંજ શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. આજે SENSEX પ્રારંભિક કારોબારમાંજ ૫૦૦ અંકને પાર 61,863.09 ના સ્તર સુધી ઉછળ્યા હતા અને NIFTY તેજીના પગલે 18500 ની ઉપર નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર જોવા મળ્યા હતા. કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારો રેકોર્ડ સપાટીએ ખુલ્યા હતા. સેન્સેક્સ 61,817.32 અને નિફ્ટી 18,500.10 પર ખુલ્યો હતો.
ભારતીય શેરબજારમાં આજે શાનદાર લાભ જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ દરમ્યાન સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સે આજે 61863 નો રેકોર્ડ બનાવ્યો છે જ્યારે નિફ્ટી પણ 18500 ને પાર કરી ગયો છે. આજના કારોબારમાં આઇટી અને મેટલ શેરોમાં મોટી તેજી છે. બેંકના નાણાકીય અને રિયલ્ટી શેરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાર્મા સેક્ટર સિવાય દરેક સેક્ટરમાં ખરીદી છે. સેન્સેક્સ 500 પોઈન્ટ ઉપર દેખાયો છે અને આજના Top Gainersમાં TATASTEEL, Infosys, TITAN, INDUSINDBK, BHARTIARTL, SBI, ICICIBANK, BAJAJFINSV, NESTLEIND અને MARUTI નો સમાવેશ થાય છે.
વૈશ્વિક સંકેત મિશ્ર સ્થાનિક શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર છે. આજે મુખ્ય એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ શુક્રવારે અમેરિકી બજારોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સમાં 382 પોઈન્ટની મજબૂતાઈ હતી અને તે 35,295 પર બંધ થયો હતો. નાસ્ડેક અને એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ પણ સારી સ્થિતિમાં બંધ થયા છે. અમેરિકામાં બેંક શેરોમાં તેજીએ પણ બજારને ટેકો આપ્યો હતો એશિયામાં આજે એસજીએક્સ નિફ્ટીમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સ અને કોસ્પી નબળા છે. યુરોપિયન બજારોની વાત કરીએ તો તમામ FTSE, CAC અને DAX ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયા છે.
છેલ્લા કારોબારી દિવસે બજારની સ્થિતિ કેવી હતી? ગયા અઠવાડિયે, ગુરુવારે, શેરબજારમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટીએ નવા રેકોર્ડ બનાવ્યા. સેન્સેક્સ પ્રથમ વખત 61000 ને પાર કરીને 61353 ના સ્તર પર પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ પ્રથમ વખત 18351 ના સ્તરને સ્પર્શ કર્યો હતો. સૌથી મોટી તેજી બેન્ક, ફાઇનાન્શિયલ અને આઇટી શેરોમાં હતી. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 569 પોઈન્ટ વધ્યો અને 61306 પર બંધ થયો. નિફ્ટી પણ 174 પોઈન્ટ મજબૂત થઈને 18336 પર બંધ થયો. એચડીએફસીબેંક, આઈટીસી, પાવરગ્રીડ, આઈસીઆઈસીઆઈબીએંક, ઈન્ડુસિન્ડબીકે, એલટી, એનટીપીસી અને ટેકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : TCS Smart Hiring Program અંતર્ગત 78000 ફ્રેશર્સની ભરતી કરશે, જાણો નોકરી માટે જરૂરી યોગ્યતા અને અરજી કરવાની રીત
આ પણ વાંચો : દેશમાં આજથી ફ્લાઈટ્સ સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડશે, હવાઈ યાત્રા અંગેના પ્રતિબંધ યથાવત રહેશે