Stock Update : ટોચની 10 કંપનીઓ પૈકી 8 ના શેરમાં ઘટાડો, જાણો ક્યાં શેરમાં કેટલું થયું નુકસાન
ત્રણ દિવસની તેજી બાદ આજે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. આજે બજારની શરૂઆત સુસ્તીથી થઈ હતી.
ત્રણ દિવસની તેજી બાદ આજે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. આજે બજારની શરૂઆત સુસ્તીથી થઈ હતી.સેન્સેક્સમાં 500 પોઈન્ટ આસપાસ ઘટાડો જોવા મળ્યો હતો. આ અગાઉ બજેટ પછી બે દિવસ બજાર મજબૂત સ્થિતરીમાં બંધ થયું હતું. આજે વૈશ્વિક સંકેત સારા હતા પરંતુ તેનો લાભ કારોબારમાં દેખાયો ન હતો
ટોચની 10 કંપનીઓમાં 8 નુકસાન દર્શાવી રહી છે
Company Name | Last Price | % Chg |
Reliance | 2,366.55 | -0.71 |
TCS | 3,855.00 | -0.05 |
HDFC Bank | 1,529.95 | -0.08 |
Infosys | 1,758.40 | -1.66 |
ICICI Bank | 814.15 | 0.04 |
HUL | 2,298.65 | -1.26 |
SBI | 542.6 | 0.51 |
HDFC | 2,528.30 | -3.2 |
Bajaj Finance | 7,190.35 | -0.79 |
Bharti Airtel | 722.25 | -0.37 |
સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યો
સેન્સેક્સ આજે 30 પોઈન્ટ ઘટીને 59,528 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 59,557 ના ઉપલા સ્તર અને 59,215 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 6 શેર વધારામાં અને બાકીના 24 ઘટાડામાં છે. ટાઈટન, એશિયન પેઈન્ટ્સ, મારુતિ, આઈટીસી, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નફો દર્શાવી રહ્યા છે.
SENSEX TOP LOSERS |
||||||
Company Name | High | Low | Last Price | Prev Close | Change | % Loss |
HDFC | 2,621.10 | 2,522.15 | 2,528.20 | 2,612.00 | -83.8 | -3.21 |
Larsen | 1,984.05 | 1,936.40 | 1,945.95 | 1,981.85 | -35.9 | -1.81 |
Infosys | 1,779.90 | 1,755.00 | 1,757.95 | 1,788.10 | -30.15 | -1.69 |
HUL | 2,331.00 | 2,292.15 | 2,296.05 | 2,327.95 | -31.9 | -1.37 |
Kotak Mahindra | 1,944.00 | 1,908.00 | 1,916.70 | 1,942.30 | -25.6 | -1.32 |
142 શેરમાં લોઅર સર્કિટ
આજે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 269.25 લાખ કરોડ છે જે ગઇકાલે રૂ. 270.75 લાખ કરોડ હતું. સેન્સેક્સના 191 શેર અપર સર્કિટમાં અને 142 લોઅર સર્કિટમાં છે. મતલબ કે એક દિવસમાં આ શેરો ન તો ઘટી શકે છે કે ન તો ચોક્કસ મર્યાદાથી વધી શકે છે.
નિફટીના 28 શેર લાલ નિશાન નીચે
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. તેના મિડ-કેપ, નેક્સ્ટ 50, ફાઇનાન્શિયલ અને બેન્કિંગ ઇન્ડેક્સમાં ઘટાડો છે. નિફ્ટીમાં 50 શેરોમાંથી 22 વધારા અને 28 ઘટાડા સાથે કારોબાર કરે છે. નુકસાનનો સામનો કરનાર શેરોમાં HDFC, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ અને ઇન્ફોસિસ છે.
Nifty 50 TOP LOSERS |
|||||
Company Name | High | Low | Last Price | Prev Close | Change |
HDFC | 2,620.00 | 2,522.00 | 2,528.60 | 2,612.95 | -84.35 |
NTPC | 138.6 | 136.85 | 137.2 | 141.15 | -3.95 |
SBI Life Insura | 1,220.00 | 1,184.10 | 1,187.10 | 1,220.10 | -33 |
ONGC | 171.25 | 166.65 | 167.1 | 171.3 | -4.2 |
Grasim | 1,786.00 | 1,743.00 | 1,744.75 | 1,778.10 | -33.35 |
આ પણ વાંચો : Share Market : બજેટ બાદની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 59021 સુધી ગગડ્યો